SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સપ્તમ ગણધરનો વાદ. [૧૨૭ પોતાના શિષ્યો સહિત મંડિકે દીક્ષા લીધી-એમ મૌર્યપુત્ર નામના પંડિતે જાણ્યું, એટલે તે પણ ભગવંત પાસે આવ્યા, તેને આવેલા જાણીને પરમકૃપાળુ શ્રી જિનેશ્વરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવીને કહ્યું, હે આયુષ્યનું મૌર્ય! પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદપદો સાંભળવાથી તને દેવો છે કે નહિ ? એવો સંશય થયો છે. તે પદો આ પ્રમાણે છે, સ gg યજ્ઞાયુધt યજ્ઞમાનોક્કસ વત્રો ગતિ એટલે યજ્ઞરૂપ શસ્ત્ર ધારણ કરનાર આ યજમાન એકદમ સ્વર્ગલોકમાં જાય છે. આથી દેવોની વિદ્યમાનતા પ્રતિપાદન થાય છે. તથા ૩પમ સીમ ૩મૃતા अभूम अगमत् ज्य तिरविदाम देवान, किं नूनमस्मान् तृणवदराति: किमु मूर्तिममृत मर्त्यस्य भेटले સોમ રસ પીને તેઓ દેવ થયા, સ્વર્ગલોકમાં ગયા અને દેવપણું પામ્યા. અમરત્વ પામેલ તે દેવો પુરૂષના વ્યાધિ અને વૃદ્ધાવસ્થાને તૃણવત્ કરશે. આ પદો પણ દેવસત્તાને પ્રતિપાદન કરનાર છે. અને વો ગાનાર માયોપમનું જીવન-ચમ-વ-વેરાન્ એટલે ઈદ્રજાળ જેવા જણાતા ઈન્દ્રયમ-વરૂણ-કુબેર વગેરે દેવો છે કે નહિ, તે કોણ જાણે? આ પદો દેવોનો અભાવ પ્રતિપાદન કરે છે. આ સર્વ પદોનો અર્થ તું આ પ્રમાણે માને છે, તેથી તને એવો સંશય થયો છે, પણ તારો એ સંશય અયોગ્ય છે, કારણ કે તે પદોનો અર્થ તે પ્રમાણે નથી, પણ હું કહું છું તે પ્રમાણે છે તેને તું લક્ષપૂર્વક સાંભળ. ૧૮૬૪-૧૮૬૫-૧૮૬ ૬. એ પદોનો અર્થ હવે ભાષ્યકાર પરમર્ષિ વિસ્તારથી કહે છે : तं मन्नसि नेरइया परतंता दुक्खसंपउत्ता य । ન તરતિ રૂહાતું સદ્ધયા સુષમા વિ ૧૮૬૦/सच्छंदचारिणो पुण देवा दिव्बप्पभावजुत्ता य । = = ચાર વિ રિસામુતિ તો સંસ૩ો તેનું ?૮૬૮ मा कुरु संसयमेए सुदूरमणुयाइभिन्नजाईए । पेच्छसु पच्चक्रो चिय चउबिहे देवसंघाए ॥१८६९॥ હે મૌર્ય ! તું એમ માને છે, કે નારકીઓ અત્યન્ત દુઃખી અને પરાધિન હોવાથી અહીં આવી શકતા નથી, એટલા માટે પ્રત્યક્ષ થવાનો ઉપાય ન હોવાથી તેઓનું વર્ણન સાંભળીને જ શ્રદ્ધા કરવા લાયક છે. આ કારણથી તેઓ “શાસ્ત્રાનુસારે વિદ્યમાન છે” એમ માનવું જોઈએ; પરંતુ દેવો તો સ્વચ્છંદચારી અને દિવ્યપ્રભાવયુક્ત હોવા છતાં પણ કદાપિ પ્રત્યક્ષ જણાતા નથી, અને શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથોમાં “તેઓ છે” એમ સંભળાય છે, આથી તને તેઓના વિષયમાં સંશય છે, પણ મૌર્ય ! એવો સંશય ન કર, જો અહીં (સમવસરણમાં જ) મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા અને દિવ્યઆભરણાદિયુક્ત વૈમાનિક આદિ ચારે નિકાયના દેવો મને અહીં વંદન કરવા આવેલા છે, તેઓને તું પ્રત્યક્ષ જો. ૧૮૬૭ થી ૧૮૬૯. અહીં સમવસરણમાં દેવોને જોયા પહેલાં પણ તે દેવોનો સંશય યોગ્ય નથી. पुव्वं पि न संदेहो जुत्तो जं जोइसा सपच्चक्लं । दीसंति तक्कया वि य उवघाया-ऽणुग्गहा जगओ ॥१८७०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy