SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કારના વાદ. ૧૨૬]. છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ..૨ ર હિ હૈ અશરીરી પ્રિકિયો? ઇત્યાદિ વેદનાં પદોનો સત્ય અર્થ તું નથી જાણતો, તેથી તને બંધ અને મોક્ષમાં શંકા થાય છે, પણ તેવી શંકા ન કરવી, કારણ કે જે સશરીરીભાવ અને અશરીરી ભાવ કહ્યા છે. એ જ પ્રગટ બંધ અને મોક્ષ છે, એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા શ્રીવીરજિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સહિત પ્રવજ્યા અંગીકાર કરી. ૧૮૬૧-૧૮૬૨-૧૮૬૩. “નહિ હૈ સશરીરરય પ્રિયાયથોરપતિરતિ ૩૫શરીર વાવસંત પ્રિયાંયે ન પૃશત:” એટલે સશરીરીને સુખ-દુઃખનો અભાવ નથી, અને અશરીરીને સુખ-દુઃખ સ્પર્શતા નથી, ઈત્યાદિ વેદના પદોનો ખરો અર્થ તું નથી જાણતો, તેથી જ તે સૌમ્ય ! તને બધે અને મોક્ષમાં શંકા થાય છે, પણ એવી શંકા ન કરવી, કારણ કે સશરીરીભાવ, અને અશરીરી ભાવ, તેજ પ્રગટ રીતે બન્ધમોક્ષ છે. શરીરસ્ય ઈત્યાદિ પદવડે બાહ્ય અને અત્યંતર અનાદિ શરીર સંતાન સ્વરૂપ બંધ કહ્યો છે, અને ૩૫શરીર વ ઇત્યાદિ પદવડે સર્વથી શરીરનો અભાવ થયેથી મોક્ષનું પ્રતિપાદન કર્યું છે, વળી સ vs વિગુણો વિમુર્ન વધ્યતે ઈત્યાદિ પદોને તું સંસારી જીવને બન્ધ-મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારાં માને છે, પણ તેમ નથી, એ પદો તો મુક્તાત્મા સંબંધી છે, મુક્તાત્મા કદિપણ બંધાતો નથી વગેરે બધું મુક્તાત્માને ઉદ્દેશીને કહેલ છે. આ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા શ્રી જિનેશ્વર ભગવંતે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના સાડાત્રણસો શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. ૧૮૬૧-૧૮૬૨-૧૮૬૩. “ઇતિ ષષ્ઠમ ગણધરવાદઃ સમાત” હવે સાતમા ગણધર સંબંધી વાદ કહે છે :(१६९) ते पब्बइए सोउं मोरिओ आगच्छइ जिणसगासं । વામિ જ વંમિ વંદિત્તા પન્નુવાસામિ ૨૮૬૪૬રરી (૭૦) ૩ મો નિni ના-ગરા-મરવધૂમુi . નામે ય મોન્તા ય સેવાપૂ સરિસ ?૮૬૬રરૂા. (१७१) किं मण्णे अत्थि देवा उयाहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अथ्थं न याणसी तेसिमो अत्थो ॥१८६६॥६२४॥ તેણે દીક્ષા લીધી, એમ સાંભળીને મૌર્યનામા દ્વિજોપાધ્યાય શ્રી મહાવીર પ્રભુ પાસે આવે છે, (અને વિચારે છે કે, હું જિનેશ્વર પાસે જઈને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ. તે ત્યાં આવ્યા, એટલે જન્મ-જરા અને મરણથી મુકાયેલા, સર્વજ્ઞ સર્વદર્શી ભગવંતે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા, અને કહ્યું કે- હે મૌર્ય ! તને એવો સંશય છે, કે દેવો છે કે નહિ ? તને આ સંશય વિરૂદ્ધ એવાં વેદના પદો સાંભળવાથી થયો છે, પણ તું પદોનો સાચો અર્થ નથી જાણતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy