SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર કષાય શબ્દનો અર્થ. પિપ પહેલા જે અનન્તાનુબન્ધી અથવા સંયોજના એવા જે ક્રોધ-માન-માયા ને લોભ કષાયો તેના ઉદયથી ભવસિદ્ધિક એટલે તદ્દભવ મોક્ષગામી જીવોને પણ સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય તો પછી અભવ્યોને તો ક્યાંથી થાય ? અનન્તાનુબંધી કષાયને પ્રથમ નંબર કેમ ? खवणं पडुच्च पढमा, पढमगुणविघाइणो त्ति वा जम्हा । संजोयणाकसाया, भवादिसंजोयणाओ (दो) त्ति ॥१२२७॥ સમ્યગદર્શન પ્રાપ્ત થતાં અને ક્ષપકશ્રેણિમાં પ્રથમ તેનો જ ક્ષય થાય છે, અથવા સમ્યગદર્શનરૂપ પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી તે પ્રથમ કષાય છે. અને સંસારમાં યોજનાર હોવાથી તેને સંયોજના કષાય કહેવાય છે. ૧૨૨૭. કષાય એટલે શું ? એના સમાધાન માટે કષાય શબ્દની વ્યુત્પત્તિ કહે છે. कम्मं कसं भवो वा, कसमाओ सिं जओ कसाया ते । સમાયયંતિ ૩ ઝ૩ો, મયંતિ વર વરસાદ ત્તિ કરતા आओ व उवादाणं, तेण कसाया जओ कसस्साया । चत्तारि बहुवयणओ, एवं बिइयादओऽवि मया ॥१२२९॥ કષ એટલે કર્મ અથવા ભવ, તેમનો આય, એટલે લાભ જેથી થાય, તે કષાય, અથવા કર્મ યા સંસાર જેથી આવે તે કષાય, અથવા જેની હાજરીમાં જીવ કર્મ કે સંસારને પામે તે કષાય. અથવા આય એટલે ઉપાદાન-હેતુ. સંસાર યા કર્મના હેતુ હોવાથી તે કષાય છે. બહુવચનના પ્રયોગથી એ કષાયો ચાર છે, અને દેશવિરતિ આદિ ગુણોનો અનુક્રમે ઘાત કરનારા હોવાથી તે બીજો-ત્રીજોચોથો કહેવાય છે. ૧૨૨૮-૧૨૨૯, भवसिद्धियावि भणिए नियमा न लहंति तयमभवावि । अविसद्देण व गहिया, परित्तसंसारियाईया ॥१२३०॥ ભવસિદ્ધિક જીવો પણ (પહેલા કષાયના ઉદયે સમ્યકત્વને પામતા નથી એમ કહેવાથી અભવ્ય તો અવશ્ય તેને નજ પામે, અને અપિ શબ્દથી પવિત્ત સંસારી જીવો પણ ન પામે એમ સમજવું. ૧૨૩૦. દેશવિરતિનાં આવરણ કહે છે. (१०९) बितियकसायाणुदए अप्पच्चक्खाणनामधेयाणं । सम्मइंसणलंभं, विरयाविरई न उ लहंति ॥१२३१॥ અપ્રત્યાખ્યાન નામના બીજા કષાયના ઉદયથી (ભવ્યાત્મા) સમ્યગુદર્શન પામે, પરંતુ દેશવિરતિ ન પામે. ૧૨૩૧. सव्वं देसो व जओ, पच्चक्खाणं न जेसिं उदयम्मि । ते अप्पच्चक्खाणा, सबनिसेहे मओऽकारो ॥१२३२॥ सम्मइंसणलंभं, लहेइ भविय त्ति वक्कसेसोऽयं । વિરાવરસેિસતુસર્સ૩ોડશે 7 રૂા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy