SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪] સમકિત પછી દેશવિરતિ આદિ ક્યારે મળે? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ અપૂર્વકરણરૂપ પરિણામના વશથી દર્શનમોહનીય કર્મને શોધતાં અશુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધ એવા મિથ્યાત્વ-મિશ્ર-અને સમ્યક્ત્વ, એમ ત્રણ પ્રકાર કરે છે. ૧૨૨૧. હવે સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ આદિનો લાભ કેવી રીતે થાય ? તે કહે છે. सम्मत्तम्मि उ लद्धे, पलियपुहुत्तेण सावओ होइ । चरणो-वसम-खयाणं, सागर संखंतरा होंति ॥१२२२॥ एवं अप्परिवडिए, सम्मत्ते देव-मणुयजम्मेसु । अण्णयरसेढिवज्ज, एगभवेणं व सव्वाइं ॥१२२३॥ સમ્યક્ત્વ પામ્યા પછી બાકી રહેલી સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ (બેથી નવ પલ્યોપમ) જેટલો કાળ વીત્યા બાદ દેશવિરતિ થાય છે, તે પછી સંખ્યાતા સાગરોપમ વીત્યા બાદ ચારિત્ર પામે છે, તે પછી સંખ્યાતા સાગરોપમ વીત્યાબાદ ઉપશમશ્રેણિ પામે છે અને તે કરતાં સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી થયા પછી ક્ષપકશ્રેણિ પામે છે. આ પ્રમાણે દેવમનુષ્યભવમાં ગમનાગમન કરતાં સમ્યકત્વથી પડ્યા સિવાય મનુષ્યભવમાં દેશવિરતિ આદિનો લાભ થાય છે. અથવા અતિશુભ પરિણામથી ઘણા કર્મની ખપી ગયેલી સ્થિતિવાળો જીવ, એક ભવમાં પણ ઉપશમ અને ક્ષેપક એમાંથી એક શ્રેણિ અને દેશવિરતિ આદિ સર્વ પ્રાપ્ત કરે છે. (સિદ્ધાન્તના અભિપ્રાયે એક ભવમાં બે શ્રેણિ ન થાય, પણ એક જ થાય.) ૧રરર-૧૨૨૩. હવે જેના ઉદયથી સમ્યકત્વાદિની પ્રાપ્તિ ન થાય અથવા થઈ તો પણ નાશ પામે તેવાં સમ્યક્ત્વાદિનાં આવરણો કહે છે. अहुणा जस्सोदयओ, न लभड़ दंसणाइसामइयं । लद्धं व पुणो भस्सइ, तदिहावरणं कसायाई ॥१२२४॥ अहवा खयाइओ केवलाइं जं जेसिं ते कइ कसाया। को वा कस्सावरणं, को व खयाइक्कमो करस ? ॥१२२५।। હવે જેના ઉદયથી (જીવન) દર્શનાદિ સામાયિક પ્રાપ્ત ન થાય, અને પ્રાપ્ત થયા હોય, તોપણ નાશ પામે, તે અહીં કષાય વિગેરે (સમ્યકત્વાદિના) આવરણ છે. અથવા જે કષાયના ક્ષયાદિથી જે કેવળજ્ઞાનાદિ (કેવળદર્શન-ચારિત્રાદિ) થાય છે, તે કેટલા કષાય છે? કયો કષાય કયા સામાયિકનું આવરણ છે? અથવા કયા કષાયના કયા ક્રમે ક્ષય આદિ થાય છે ? ૧૨૨૪ - ૧૨૨૫. આચાર્યશ્રી એ પ્રશ્નોના અનુક્રમે ઉત્તર આપે છે. (१०८) पढमिल्लुआण उदए, नियमा संजोयणाकसायाणं । सम्मइंसणलंभं, भवसिद्धीयाऽवि न लहंति ॥१२२६॥ પહેલાં સંયોજના નામના અનન્તાનુબન્ધિ કષાયના ઉદયે, સમ્યગ્દર્શનનો લાભ ભવસિદ્ધિક (તદ્ભવમોક્ષગામી) જીવો પણ અવશ્ય ન પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy