SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪] દ્વિતીય મંગળ શા માટે ? . [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ આ પ્રશ્નનો બીજા આચાર્ય ઉત્તર આપે છે, તે અયોગ્ય છે, એમ જણાવવા સાથે ભાષ્યકાર મહારાજ તેનો યોગ્ય ઉત્તર આપે છે नण मज्झम्मिवि मंगलमाइट्टं तं च मज्झमेयं ति । सत्थमणारखं चिय, एयं कत्तोच्चयं मझं? ॥१०१६॥ (શાસ્ત્રની આદિમાં-મધ્યમાં અને અંતમાં મંગળ કરવું જોઈએ. એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે.) તેમાં આદિમંગળ પ્રથમ કર્યું છે, અને આ મધ્યમંગળ છે. (આ ઉત્તર અયોગ્ય છે, કેમ કે આદિ મંગળ માટે નંદી કરી છે, અને તે પછી અનુયોગદ્વારો કહ્યા.) પણ સામાયિક અધ્યયનરૂપ શાસ્ત્રનો હજી આરંભ નથી થયો, એટલે આ મધ્યમંગળ ક્યાંથી કહેવાય ? વળી બીજા આચાર્ય બીજી રીતે આને મધ્યમંગળ સિદ્ધ કરે છે. चउरणुओगद्दारं, जं सत्थं तेण तस्स मज्झमिणं । साहइ मंगलगहणं सत्थस्संगाई दाराइं॥१०१७॥ ચાર અનુયોગ દ્વારવાળું શાસ્ત્ર છે, તેથી (ઉપક્રમ અને નિક્ષેપ એ બે દ્વાર કહ્યા પછી અનુગમાત્મક ઉપોદ્ધાતરૂપ ત્રીજા દ્વારની આદિમાં આ મંગળ કહ્યું છે તેથી) આ મધ્યમંગળ છે. કેમ કે શાસ્ત્રનો આરંભ ન થયો હોય, તોપણ અનુયોગદ્વારા શાસ્ત્રના અંગભૂત હોવાથી તે તેનાથી ભિન્ન નથી. ૧૦૧૭. આ સમાધાન પણ બરાબર નથી, તે માટે ભાષ્યકાર પોતે કહે છે કે – तहवि न मज्झं एयं, भणियमिहावस्सयरस जं गेझं । तं मंगलमाइटुं, पढमज्झयणस्स होज्जाहि ॥१०१८॥ તમે કહ્યું તેવી રીતે પણ આ મધ્યમંગળ નથી ઘટતું, કેમ કે છ અધ્યયનાત્મક આવશ્યકનો જે મધ્યભાગ, ત્યાં મધ્યમંગળ કહેવાનું કહ્યું છે. (અને તમે કહ્યું તે આવશ્યકનો મધ્ય ભાગ નથી થતો) પરંતુ આ સામાયિક અધ્યયનનો મધ્યભાગ થાય છે, તેથી આ તેનું મધ્યમંગળ ના કહી શકાય. ૧૦૧૮. વળી બીજા આચાર્ય કહે છે કે – भणियं च पुबमेयं सव्वं, चिय मंगलंति किमणेणं ?। ___ मंगलतियबुद्धिपरिग्गहंपि काराविओ सीसो ॥१०१९॥ પૂર્વે કહ્યું છે કે આ સર્વશાસ્ત્ર મંગળરૂપજ છે, તો પછી આ મધ્યમંગળાદિ ગ્રહણ કરવાથી શું ? શિષ્યને પણ ત્રણ મંગળ કર્યા છે એવો બુદ્ધિ પરિગ્રહ પણ પૂર્વે કરાવ્યો છે. ૧૦૧૯. ભિન્ન ભિન્ન આચાર્યોના મતાન્તર બતાવીને હવે આચાર્યશ્રી પોતે યથાવસ્થિત સમાધાન કરે आवस्सयस्स तं कयमिणं तु नावासमित्तयं किंतु । सव्वाणुओगनिज्जुत्तिसत्थपारंभ एवा यं ॥१०२०॥ પૂર્વે (૭૯મી ગાથામાં) જે મંગળ કહ્યું છે તે આવશ્યકનું પ્રથમ-આદિ મંગળ કહ્યું છે. અને અહીં આ મંગળ કેવળ આવશ્યક માત્રનું જ નથી, પરંતુ સર્વસૂત્રના અનુયોગમાં સંબદ્ધ એવા ઉપોદ્દાતનિયુક્તિરૂપ શાસ્ત્રની આદિમાં આ પ્રથમ મંગળ છે. ૧૦૨૦. . કારણ કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy