SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર). સંહિતાદિનો સુત્રાનુગમ આદિમાં અંતર્ભાવ. [૪૦૩ અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર અને તેનો પદચ્છેદ કરીને સૂત્રાનુગમ કૃતાર્થ (પૂર્ણ) થાય છે, નામસ્થાપનાદિ નિક્ષેપનો સંબંધ માત્ર કરીને સૂત્રાલાપક નિક્ષેપ કૃતાર્થ (પૂર્ણ) થાય છે. અને શેષ પદાર્યાદિચારરૂપ વ્યાખ્યા સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં ઉપયોગી થાય છે, અને તેજ પદાર્થાદિ પ્રાયઃ નૈગમાદિનયના અભિપ્રાયથી જણાય છે. પદાર્થાદિ કહે છતેજ નૈગમાદિનની પ્રવૃત્તિ છે. ૧૦૦૯-૧૦૧૦. पायं पयविच्छेओ वि, सुत्तप्फासोवसंधिओ जेण । कत्थइ तयत्थ-कारग-कालाइगई तओ चेव ॥१०११॥ પ્રાય: પદવિચ્છેદ પણ સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં અંતભૂત છે. કેમ કે વિચ્છિન્ન પદોનો અર્થ અને કારક-કાળ તથા ક્રિયાદિનો અવબોધ પદચ્છેદથી જ થાય છે. (તેથી પદવિચ્છેદને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ કહે છે, આથી પદચ્છેદ પણ તદન્તરભૂતજ છે. અને તેથી પદાર્થોદિજ નૈગમાદિ નયોના વિષય છે, એમ નહિ. પરંતુ પદચ્છેદ અને સૂત્રાલાપકન્યાસાદિ પણ પ્રાય: નયના વિષય છે. આ પ્રમાણે અહીં અનગમનું સ્વરૂપ કહ્યું. તે સાથે પ્રસંગ નયો પણ કહ્યા. આથી આ સ્થળે ચારે અનુયોગ દ્વાર પૂર્ણ થયા. ૧૦૧૧. अणुओगद्दाराणं परवणं तप्पओयणं जं च । इह चेव परिसमाणियमबामोहत्थमत्थाणे ॥१०१२॥ અહીં અસ્થાને જ શિષ્યને વ્યામોહ ન થાય તે માટે અનુયોગદ્વારોની પ્રરૂપણા અને તેનું પ્રયોજન અહીં પૂર્ણ કર્યું. ૧૦૧૨. કારણ કે – दाइयदारविभागो, संखेवेणेह वित्थरेणावि । दाराणं विणिओगं, नाहिइ काउं जहाजोगं ॥१०१३॥ અહીં અનુયોગદ્વારનો વિભાગ સંક્ષેપથી જણાવ્યો, એટલે તેથી શિષ્ય યથાયોગ્ય સ્થાને વિસ્તારથી પણ વિનિયોગ કરવાનું જાણી શકશે, મુંઝાશે નહીં. ૧૦૧૩. , અનુયોગ દ્વારા પૂર્ણ થયા છે હવે તિરે માવને એ ૧૦ર૫મી નિયુક્તિગાથાની પ્રસ્તાવના કરતાં આચાર્યશ્રી કહે છે કે - संपयमत्थाणुगमे सत्थोवग्यायवित्थरं वोच्छं। कयमंगलोवयारो, सोऽतिमहत्थोत्ति काऊणं ॥१०१४॥ હવે અર્થાનુગમમાં ત્રીજા અનુયોગદ્વારમાં મંગળોપચાર કરીને હું શાસ્ત્રનો ઉપોદ્દઘાત વિસ્તારથી કહીશ, કેમ કે તે સર્વ સિદ્ધાન્તના અનુયોગમાં સમાન હોવાથી અતિ મહાર્થવાળો છે. ૧૦૧૪. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે – नणु मंगलं कयं चिय, किं भुज्जो अह कयंपि कायव्वं । दारे दारे कीरइ, तो कीस न मंगलग्गहणं ? ॥१०१५॥ - મંગળ પ્રથમ કર્યું છે, છતાં ફરીથી કેમ કરો છો ? અને જો મંગળ કર્યા છતાં ફરી કરવું જોઈએ, તો ઉપક્રમાદિ દરેક દ્વારે શા માટે મંગળ નથી ગ્રહણ કરતા ? ૧૦૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy