SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] કાળ ઉપક્રમ તથા ભાવ ઉપક્રમ. जं वत्तणाइरुवो, कालो दव्वाण चेव पज्जाओ । तो तक्करणविणासे, कीरइ कालोवयारोऽत्थ ।। ९२६ || જે વર્તનાદિરૂપ કાળ છે, તે દ્રવ્યોનો પર્યાય છે, તેથી તે દ્રવ્યના પરિકર્મ અને વિનાશમાં કાળના પરિકર્મ અને વિનાશનો ઉપચાર કરાય છે. ૯૨૬. કેટલાક આચાર્યો કાળને વર્તનાદિ રૂપે જ માને છે, પણ સમયાદિરૂપ નથી માનતા. તેથી દ્રવ્યના પરિકર્મ અને વિનાશમાં કાળના પરિકર્મ અને વિનાશ થાય છે, એટલે કે દ્રવ્યના પર્યાયમાં કાળઉપક્રમનો ઉપચાર કરાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે હ્રયણુક-ત્ર્યણૂકઆદિ રૂપે પરમાણુઆદિ દ્રવ્યનું રહેવું તે વર્તના, વસ્તુઓનું નવા-જુનાદિરૂપે થવું તે પરિણામ અને અતીત-અનાગતવર્તમાનરૂપ-ક્રિયા, પ્રમાણે વર્તના-પરિણામ અને ક્રિયાદિરૂપ કાળ છે, તે દ્રવ્યોના પર્યાયો છે અને તેથી દ્રવ્યના પરિકર્મ અને વિનાશનો વર્તનારૂપ દ્રવ્યના પર્યાયમાં ઉપચાર કરાય છે. તેથી કાળના પણ પરિકર્મ, ઉપક્રમ અને નાશોપક્રમ કહેવાય છે. ૯૨૬. હવે જેઓ સમયાદિરૂપે કાળ માને છે, તેઓના મતે સમયાદિરૂપ કાળના પરિકર્મ અને વિનાશ કેવી રીતે થાય ? તે માટે કહે છે કે छायाए नालियाए च, परिकम्मं से जहत्थविण्णाणं । रिक्खाईचारेहिं च तस्स विणासो विवज्जासो || ९२७ ।। શંકુઆદિના પડછાયારૂપ છાયાવડે અથવા ઘટિકાદિવડે સમયાદિરૂપકાળનું યથાર્થ જ્ઞાન થવું તે કાળનો પરિકર્મ અને નક્ષત્રગ્રહઆદિની ગતિ વડે અનિષ્ટ ફળદાયકપણે થવું તે કાળનો વિનાશવિપર્યાસ કહેવાય. ૯૨૭. એ પ્રમાણે કાળઉપક્રમ કહ્યો; ભાવ ઉપક્રમ કહે છે. [૩૭૭ जं परहिययाकूयावधारणमुवक्कमो स भावस्स । Jain Education International तस्सासुभस्स मरुइणि-गणियाऽमच्चादओऽभिहिया ।। ९२८ ।। જે ઈંગિત આકારાદિવડે બીજાના હૃદયના ભાવને જાણવું તે ભાવઉપક્રમ છે તે મોક્ષના કારણભૂત શુભ અને સંસારના કા૨ણભૂત અશુભ એવી રીતે બે પ્રકારે છે. તેમાં અશુભ ભાવઉપક્રમમાં બ્રાહ્મણીગણિકા-અમાત્ય વિગેરેનાં દૃષ્ટાન્તો કહ્યાં છે. ૯૨૮. બ્રાહ્મણીનું દૃષ્ટાંત :- કોઈ એક બ્રાહ્મણીને ત્રણ કન્યાઓ હતી, તેણીએ વિચાર્યું કે આ કન્યાઓને પરણાવ્યા પછી એવી યુક્તિ કરૂં કે જેથી તેઓ સુખી થાય. એમ વિચારીને સર્વથી મોટી પુત્રીને પરણાવ્યા પછી કહ્યું કે તારે વાસભુવનમાં પ્રથમ સમાગમ વખતે, તારા પતિનો કંઈક ગુન્હો પ્રગટ કરીને, તેના મસ્તકે લાત મારવી. તે પછી જે બને તે મને કહેજે. માતાના શીખવ્યા મુજબ તે કન્યાએ તે પ્રમાણે કર્યું, એટલે તેનો પતિ અતિ લાગણી બતાવીને કહેવા લાગ્યો, ‘અરે ! વહાલી ! આમ પ્રહાર કરવાથી તારા સુકુમાળ ચરણને પીડા થંઈ હશે.' એમ કહીને પ્રિયતમાના ચરણનું મર્દન કરવા લાગ્યો. બીજે દિવસે આ બનાવની હકીકત તેણીએ પોતાની માતાને કહી. એ બનાવથી તેની માતા જમાઈનો ભાવ જાણીને ખુશ થઈ અને પુત્રીને કહ્યું કે ‘હે પુત્રી ! તું તારા ગૃહમાં ४८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy