SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬] કેવળજ્ઞાનનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અથવા કેવળીથી બોલાતા શબ્દો, તે વખતે શ્રત નથી, પરંતુ તે શબ્દ સાંભળનારાઓને સાંભળ્યા પછી થતા જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી શ્રત છે, જે વખતે બોલાય છે, તે વખતે શબ્દો શ્રુત નથી. અથવા કેવળી સંબંધી વચનયોગ ઔપચારિક હોવાથી ગૌણભૂત શ્રત છે. આ સંબંધમાં વળી બીજાઓ એમ કહે છે કે તે કેવળી એવા વક્તાનો વચનયોગ શ્રોતાને થતા શ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રત છે. મતલબ કે પૂર્વોક્ત અર્થ કેવળજ્ઞાનવડે જાણીને કેવળી ઉપદેશે છે, તેથી તેમને તે શબ્દો વચનયોગ છે, અને સાંભળનારાઓને ભાવશ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યદ્ભુત છે. ૮૨૯. એજ અર્થ કહેવાને હવે ભાષ્યકાર મહારાજ કહે છે. नाऊण केवलेणं, भासइ न सुएण जं सुयाईओ। पण्णवणिज्जे भासइ, नाणभिलप्पे सुयाईए ॥८३०॥ तत्थवि जोग्गे भासइ, नाजोग्गे गाहयाणुवित्तीए । भणिए व जम्मि सेसं, सयमूहइ भणइ तम्मत्तं ॥८३१॥ वइजोगो तं न सुयं, खओवसमियं सुयं जओ न तओ । विन्नाणं से खइयं, सद्दो उण दब्बसुयमेत्तं ॥८३२।। सेसं छउमत्थाणं, जं विन्नाणं सुयाणुसारेणं । માવસુર્ય મારૂ, રવસમા 3 ૮રૂણા भण्णतं वा न सुयं, सेसं कालं सुयं सुणताणं । तं चेव सुयं भण्णइ, कारणकज्जोवयारेण ॥८३४।। अहवा वइजोगसुयं, सेसं सेसंति जं गुणभूयं । भावसुयकारणाओ, जमप्पहाणं तओ सेसं ॥८३५॥ वइजोगसुयं तेसिंति, केइ तेसिंति भासमाणाणं । अहवा सुयकारणओ, वइजोगसुयं सुणताणं ॥८३६॥ કેવળી કેવલજ્ઞાનવડેજ જાણીને ઉપદેશે છે, પણ શ્રુતવડે જાણીને નહિ, કેમકે તેમનું જ્ઞાન શ્રુતાતીત છે. ( શ્રુતરહિત છે.) અભિલાપ્ય ભાવો બોલે છે. પણ અનભિલાપ્ય ભાવો નથી બોલતા, તેમાં પણ ગ્રાહકની અનુવૃત્તિએ યોગ્ય અર્થ બોલે છે, અયોગ્ય નથી બોલતા, જે શબ્દો બોલ્યા પછી શેષકાળે (શ્રોતા) સ્વયં વિચારે છે, તે ભાવથુત છે, અને કેવળી બોલે તે માત્ર વચનયોગ છે. પણ શ્રત નથી. કેમકે શ્રુત ક્ષાયોપથમિક છે, અને તે ક્ષાયોપથમિક જ્ઞાન તો તેમને નથી, તેમને તો ક્ષાયિકજ્ઞાન છે. તેમના શબ્દો (શ્રોતાને) દ્રવ્યશ્રુતમાત્ર છે. શેષ છબસ્થોનું જે શ્રુતાનુસારે વિજ્ઞાન છે તે ક્ષાયોપથમિક ઉપયોગથી ભાવસૃત કહેવાય છે. બોલતી વખતે કેવળીના શબ્દો શ્રત નથી, પણ સાંભળ્યા પછી શ્રોતાઓને તે શબ્દોથી ભાવશ્રુત થાય છે, માટે કારણકાર્યના ઉપચારથી તે દ્રવ્ય શ્રુત કહેવાય છે. અથવા વચનયોગજ શ્રત છે, પણ તે શેષ એટલે ગુણભૂત શ્રત છે, કેમકે તે ભાવશ્રુતનું કારણ હોવાથી અપ્રધાનશ્રુત છે, તેમને એટલે બોલનારાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy