SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર] શ્રુતનું સાદિ અનાદિપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર :જેમ જ્ઞાન અને દર્શન ઉભયમાં બોધ સ્વરૂપ સમાન છતાં પણ એ બેમાં કિંચિત્ ભેદ છે, તેમ તત્ત્વબોધરૂપ સ્વભાવ સમાન છતાં પણ સમ્યકત્વ અને શ્રુતમાં કિંચિત્ ભેદ છે, જેમ અપાય અને ધૃતિ(ધારણા) વચનપર્યાય ગ્રાહકપણે વિશેષબોધાત્મક હોવાથી જ્ઞાન માનેલ છે, અને અવગ્રહ તથા ઈહા અર્થપર્યાય વિષયપણે સામાન્ય બોધાત્મક હોવાથી દર્શન માનેલ છે; તેમ અહીં પણ જીવાદિતત્ત્વ સંબંધી રૂચિ તે સમ્યક્ત્વ કહેવાય છે અને જે વડે એ જીવાદિ તત્ત્વની રૂચિ-શ્રદ્ધા થાય તે જ્ઞાન કહેવાય છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે તત્ત્વશ્રદ્ધાનાત્મક રૂચિ ઉત્પન્ન થાય છે, અને તે રૂચિવડે જીવાદિતત્ત્વશ્રદ્ધાનાત્મક વિશિષ્ટ શ્રુત થાય છે. તેથી તે શ્રુતઅજ્ઞાન મટીને શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન :- જો એમ હોય તો પણ વિશિષ્ટ તત્ત્વાવબોધરૂપ શ્રુતજ સમ્યકત્વ થયું, પણ એથી ભિન્ન બીજાં કંઇ શ્રુત જણાતું નથી. તો પછી “સમ્યક્ત્વથી ગ્રહણ કરાએલું હોય તે સમ્યફ શ્રુત” એમ કેમ કહી શકાય ? ઉત્તર :- જેમ જ્ઞાન અને દર્શનમાં વસ્તુઅવબોધરૂપ જાણવાપણું સમાન છતાં પણ, વિશેષ ગ્રાહક અને સામાન્યગ્રાહકપણે ભેદ છે, તેમ અહીં પણ શુદ્ધતત્ત્વાવબોધરૂપ શ્રુતમાં તત્ત્વશ્રદ્ધાન અંશ તે સમ્યકત્વ કહેવાય છે, અને એ સમ્યકત્વયુક્ત તત્ત્વાવબોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. એટલો એ બેમાં તફાવત છે. સમ્યકત્વ અને શ્રુતજ્ઞાનનો એકી સાથે લાભ થાય છે, તો પણ કાર્ય અને કારણના ભાવથી ભેદ છે. એ માટે કહ્યું છે કે “જેમ દીપક અને પ્રકાશ એકી સાથે ઉત્પન્ન થવા છતાં પણ કારણ-કાર્યનો ભેદ છે, તેમ એકીસાથે ઉત્પન્ન થયેલ સમ્યકત્વ પણ જ્ઞાનનું કારણ છે.(કેમકે) જ્ઞાન સમ્યકત્વની સાથેજ ઉત્પન્ન થયું હોવા છતાં પણ, કતક (કાચકાં) ચૂર્ણાદિ જેમ જળને શુદ્ધ કરે છે, તેમ સમ્યકત્વ જ્ઞાનને શુદ્ધ કરે છે.” આથી યોગ્ય જ કહ્યું છે કે “સમ્યકત્વથી ગ્રહણ કરાએલું હોય તે સમ્યફકૃત, અને મિથ્યાત્વથી ગ્રહણ કરાએલું હોય તે મિથ્યાશ્રુત.” પ૩૫-૫૩૬. એ પ્રમાણે સમ્યફૠત અને મિથ્યાશ્રુત કહીને, હવે સાદિસપર્યવસિત અને અનાદિઅપર્યવસિત શ્રતનું સ્વરૂપ કહે છે अत्थित्तिनयस्सेयं, अणाइपज्जतमत्थिकाय ब। इयरस साइसंतं, गइपज्जाएहिं जीवो व्व ॥५३७॥ નિત્યવાદિ (દ્રવ્યાસ્તિક) નયના અભિપ્રાયે, પંચાસ્તિકાયની પેઠે શ્રુત અનાદિ અનન્ત છે; અને પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે ગતિઆદિપર્યાયો વડે જીવની પેઠે શ્રુત સાદિસાત્ત છે. પ૩૭. નિત્યવાદિ-દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાય આ દ્વાદશાંગીશ્રુત નિત્ય હોવાથી પંચાસ્તિકાયની જેમ અનાદિ-અનંત છે. કારણ કે જે જીવદ્રવ્યોએ આ શ્રુત ભર્યું છે, ભણે છે, ને ભણશે તે જીવદ્રવ્યો કદિ પણ નાશ પામવાના નથી, માટે તેથી અભિન્ન તેના પર્યાયભૂત શ્રત પણ અનાદિ-અનંત છે. કેમકે સર્વથા અવિદ્યમાન વસ્તુ કયાંય પણ ઉત્પન્ન નથી થતી, જો એવી અવિદ્યમાન વસ્તુ ઉત્પન્ન થતી હોય, તો રેતીમાંથી પણ તેલ ઉત્પન્ન થવું જોઇએ. વળી વિદ્યમાન વસ્તુનો અત્યંત નાશ પણ નથી થતો; અને જો અત્યંત નાશ થતો હોય, તો સર્વશૂન્યતાનો પ્રસંગ આવે. જેમ કે-જે જે દેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy