SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અક્ષરના અનંતમા ભાગનો વિચાર. | [૨૩૯ તેમાં પ્રથમ સર્વથી જઘન્ય અક્ષરના અનંતમા ભાગનું સ્વરૂપ કહે છે. सो पुण सव्वाहनो, चेयण्णं नावरािइ कयाइ । उक्कोसावरणम्मिवि, जलयच्छन्नक्कभासो ब्व ॥४९॥ સર્વથી જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ ચૈતન્યમાત્ર છે. તે ઉત્કૃષ્ટ આવરણ છતાં પણ મેઘથી આચ્છાદિત સૂર્યના પ્રકાશની પેઠે કદિપણ અવરાતો નથી. ૪૯૮. સર્વથી જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ તે આત્માના આત્મત્વપણાનું કારણ ચૈતન્યમાત્ર છે. એ ચૈતન્ય ઉત્કૃષ્ટ-અતિશય ગાઢ આવરણ છતાં પણ અંવરાતું (ઢકાતુ) નથી. જો તે અનંતમો ભાગ કર્મોથી અવરાય, તો જીવ એ અજીવ સ્વરૂપ થઈ જાય. જેમ સૂર્યનો પ્રકાશ અત્યંત ગાઢમેઘથી ઢંકાઈ ગયો હોય, તોપણ રાત્રિ-દિવસનો વિભાગ જણાવનાર કિંચિત્ પ્રકાશ કદિપણ ઢંકાતો નથી. તેવી રીતે જીવનું જીવત્વ જણાવનાર ચૈતન્ય માત્ર કદિપણ અવરાતું-ઢંકાતું નથી. હવે સર્વથી જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ કોને કોને હોય? તે કહે છે. थीणद्धिसहियनाणावरणोदयओ स पत्थिवाईणं । बेइंदियाइयाणं, परिवड्डइ कमविसोहीए ॥४९९॥ થીણદ્ધિનામની મહાનિદ્રાસહિત જ્ઞાનાવરણના ઉદયથી તે સર્વથા જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ પૃથ્વીકાયાદિ એકેંદ્રિયોને હોય છે. તે પછી અનુક્રમે વિશુદ્ધિથી બે ઇંદ્રિયાદિને અનુક્રમે વધારે વધારે હોય છે. ૪૯૯. હવે ઉત્કૃષ્ટ અને મધ્યમ અક્ષરનો અનંતમો ભાગ કોને હોય ? તે કહે છે. उक्कोसो उक्कोसयसुयणाणविओ तओऽवसेसाणं । होइ विमझो मज्झे, छट्ठाणगयाण पाएण ॥५००। ' ઉત્કૃષ્ટ અક્ષરનો અનંતમો ભાગ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીને હોય છે, અને તે સિવાય બાકીના (ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અને એકેંદ્રિયાદિની મધ્યના) છ સ્થાનગત જીવોને મધ્યમ એવો અક્ષરનો અનન્તમાં ભાગ હોય છે. પOO. ઉત્કૃષ્ટ અક્ષરનો અનંતમો ભાગ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને હોય છે. અહીં એવી શંકા ન કરવી કે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને સંપૂર્ણ શ્રુતજ્ઞાનાક્ષર હોવાથી તેમને અક્ષરનો અનંતમો ભાગ કેમ હોય? કારણકે “કેવળી વિના ત્રિવિધ અક્ષરનો અનંતમો ભાગ હોય છે.” એ વચનથી સામાન્ય અક્ષરની અપેક્ષાએ તેમને અક્ષરનો અનંતમો ભાગ કહ્યો છે. જો એમ ન હોય, તો જેમ કેવળીઓ સંપૂર્ણ કેવળાક્ષરયુક્ત હોવાથી ત્રિવિધ અક્ષરનો અનંતમો ભાગ તેમને સંભવતો નથી, તેમ સંપૂર્ણ શ્રુતજ્ઞાની પણ સમસ્ત શ્રુતાક્ષરયુક્ત હોવાથી, તેમને પણ એ ત્રિવિધભાગ સંભવે નહિ, તેથી તેમનું પણ વર્જન કરીને એમ કહેત કે : “ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની વિના ત્રિવિધ અક્ષરનો અનંતમો ભાગ હોય છે.” પરંતુ એમ કહ્યું નથી. તેથી એમ સમજવું કે સામાન્ય અક્ષરની અપેક્ષાએ જ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને ઉત્કૃષ્ટ એવો અક્ષરનો અનંતમો ભાગ કહ્યો છે. અને એ પ્રમાણે સામાન્ય અક્ષર કહેવાથી કેવળાક્ષરની અપેક્ષાએ સંપૂર્ણ શ્રુતાક્ષર તેના અનંતમા ભાગે કહ્યું છે, તે યોગ્ય જ છે. કારણકે કેવળજ્ઞાનના સ્વપર્યાયોથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy