SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) શ્રત અને કેવલના પર્યાયોનો વિચાર. [૨૩૭ પરપર્યાયવડે પણ શ્રુતાક્ષર કેવળાક્ષરના પર્યાય તુલ્ય નથી, કારણ કે શ્રુતજ્ઞાનના ઘટપટાદિરૂપ ભિન્ન પર્યાયો અનંતાનંત છે, તો પણ અસત્કલ્પનાએ ઉપર જણાવ્યા મુજબ નવ્વાણુહજાર ને નવસો એ પર્યાયો છે, એમ માનતાં છતાં પણ સર્વદ્રવ્ય-પર્યાયનો રાશિ જે લાખ છે, તેના તુલ્ય એ સો પર્યાયો નથી; કેમકે સર્વદ્રવ્ય-પર્યાયના અનંતમા ભાગરૂપ, કલ્પનાથી માનેલા શ્રુતજ્ઞાનના જે સો સ્વપર્યાયો, તે ઓછા હોવાથી પરપર્યાય જે નવાણું હજાર ને નવસો હોવાથી, લાખ કરતાં ન્યૂન છે. અને કેવળજ્ઞાન તો સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ તુલ્ય છે. માટે પરપર્યાયથી પણ શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની સમાન નથી. પરંતુ સ્વ અને પર ઉભય પર્યાયથી શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની સમાન છે, કેમ કે કેવળજ્ઞાનની પેઠે શ્રતના પણ સ્વ-પરપર્યાયો સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ પ્રમાણ છે. ૪૯૩. જો એ પ્રમાણે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની સમાન છે, તો પછી શ્રુતમાં અને કેવળજ્ઞાનમાં તદાવત શો છે ? ઉપરોક્ત શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્યશ્રી કહે છે કે - अविसेसकेवलं पुण, सयपज्जाएहिं चेव तत्तुल्लं । जं नेयं पइ तं, सव्वभावव्वावारविणिज्जुत्तं ॥४९४।। અવિશેષ કેવળજ્ઞાન સ્વપર્યાય વડે જ શ્રતની તુલ્ય છે, કેમ કે તે શેયરૂપે સર્વભાવો જાણવામાં નિયુક્ત છે. ૪૯૪. શ્રત અને કેવળજ્ઞાનના પર્યાયોમાં સર્વદ્રવ્ય-પર્યાયરાશિ પ્રમાણતા સમાન છે, તેને લઈને ઉભયમાં સમાનતા છે, તો પણ બન્નેમાં વિશેષતા છે, જેમ કે સ્વ-પરપર્યાયરૂપ વિશેષ રહિત સામાન્યથી અનંતપર્યાયયુક્ત કેવળજ્ઞાન તે અવિશેષ કેવળજ્ઞાન છે. એવું અવિશેષ કેવળજ્ઞાન માત્ર સ્વપર્યાયથી જ સર્વદ્રવ્ય-પર્યાયના રાશિના પ્રમાણ જેટલું છે. અને શ્રુતજ્ઞાન તો સ્વ-પરપર્યાય મળીને સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ પ્રમાણ જેટલું છે. એટલો એ બેમાં તદાવત છે, કારણ કે કેવળજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયોને જાણે છે, અને તે જ્ઞાનવડે જણાતા ભાવો જ્ઞાનવાદીનયના મતે જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી જ્ઞાનમય જ છે, તેથી તે જણાતા ભાવો કેવળજ્ઞાનના સ્વપર્યાયો જ છે, તેથી જ કેવળજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયના રાશિ તુલ્ય છે, બાકીના શ્રુતાદિજ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાયરાશિના અનંતમા ભાગને જ જાણે છે, તેથી તેમના સ્વપર્યાયો સર્વદ્રવ્ય-પર્યાયરાશિના અનંતમા ભાગે જ છે. આ કારણથી શ્રુતજ્ઞાન સ્વપર્યાય વડે સર્વદ્રવ્ય-પર્યાય રાશિ તુલ્ય નથી. એ પ્રમાણે શ્રત અને કેવળજ્ઞાનમાં વિશેષતા છે. અહીં આ પક્ષમાં કેવળજ્ઞાનના પરપર્યાયો નથી કહ્યા, કારણ કે કેવળજ્ઞાનના સમસ્ત શેયમાં રહેલા વિષયભૂત જે પર્યાયો (ભાવો) છે, તે જ્ઞાનાદ્વૈતવાદિનયના મતે જ્ઞાનરૂપ હોવાથી અર્થપત્તિથી જ સ્વપર્યાય કહ્યા છે, પરંતુ પરપર્યાયની અપેક્ષાએ નથી કહ્યા. આથી અવિશેષ કેવળજ્ઞાનમાં વિરોધની શંકા ન કરવી. ૪૯૪. એ પ્રમાણે જ્ઞાનવાદીનયના મતે કેવળજ્ઞાનના પરપર્યાયનો અભાવ કહ્યો છે, પરંતુ વસ્તુતઃ તો તે સ્વ-પરપર્યાય સહિત જ છે. તે જણાવે છે. वत्थुसहावं पड़, तंपि स-परपज्जायभेयओ भिन्नं । तं जेण जीवभावो, भिन्ना य तओ घडाईया ।।४९५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy