SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] યોગભેદનો વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જણાતું, યોગનિરોધ કરતી વખતે પણ કાયયોગનો રોધ કહીને શ્વાસોશ્વાસ રોકવાનું ગણાવ્યું છે. પ્રશ્ન :- “આ જીવે છે” એવી પ્રતીતિ ઉત્પન્ન કરનાર શ્વાસોશ્વાસનું રૂપ પ્રગટ જણાય છે, તો શા માટે તેને યોગ ન માનવો ? - ઉત્તર :- એવું પ્રયોજન તો ઘણે સ્થળે હોય છે. એટલા માત્રથી તેને જુદો યોગ માનવામાં આવે, તો દોડવું વળગવું વિગેરે વ્યાપાર પણ ભિન્ન ગણાય અને તેથી એમને પણ જુદા જુદા યોગ માનવા પડે, માટે વિશિષ્ટ વ્યવહારના અંગભૂત અને પરને પ્રતીતિ કરાવનાર હોવાથી મનોયોગ તથા વચનયોગને કાયયોગથી જુદા ગણ્યાં છે. પણ શ્વાસોશ્વાસને જુદો નથી ગણ્યો. ૩૬૨. એ પ્રમાણે ભાષા બોલવામાં વપરાતો કાયયોગ તે વચનયોગ છે, અને મનન કરવામાં વપરાતો કાયયોગ તે મનોયોગ છે, એ રીતે મનોયોગ તથા વચનયોગ તે કાયયોગ વિશેષ જ છે. અથવા એ બન્ને યોગ સ્વતંત્ર છે. કાયિક વ્યાપાર વડે ગ્રહણ કરેલ જે વચન દ્રવ્યના સમુહરૂપ સહકારી કારણ દ્વારા શબ્દ બોલવા માટે, જે જીવનો વ્યાપાર, તે વચનયોગ કહેવાય છે, અને કાયયોગવડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમૂહરૂપ સહકારી કારણ દ્વારા વસ્તુના ચિંતન માટે, જે જીવનો વ્યાપાર, તે મનોયોગ કહેવાય છે. આ વ્યાખ્યામાં શબ્દ નીકળતી વખતે અને ચિંતન કરતી વખતે જો કે કાયાનો વ્યાપાર છે, તો પણ અહીં વચનદ્રવ્ય અને મનદ્રવ્યની મુખ્યતાએ જીવનો વ્યાપાર કહ્યો છે, તેથી વચનયોગ અને મનોયોગ-બન્ને સ્વતંત્ર છે, પણ વિશિષ્ટ કાયયોગરૂપ નથી એમ સમજવું. શ્વાસોશ્વવાસની મુખ્યતાએ, શ્વાસોશ્વાસ મૂકવામાં પણ જીવનો સ્વતંત્ર વ્યાપાર હોવા છતાં, તે લૌકિક કે લોકોત્તર કાર્ય સિદ્ધ કરતો ન હોવાથી, તેને જુદો નથી ગણ્યો. ૩૬૩-૩૬૪. जह गामाओ गामो, गामंतरमेवमेग एगाओ। एगंतरं ति भण्णइ, समयओऽणणंतरो समओ ॥३६५॥ केई एगंतरियं, मण्णन्ते गंतरं ति तेसिं च ।। विच्छिन्नावलिरूवो, होइ धणी सुयविरोहो य ॥३६६॥ आह, सुए च्चिय निसिरह, संतरियं न उ निरंतरं भणियं । एगेण जओ गिण्हइ, समएणेगेण सो मुयइ ॥३६७॥ अणुसमयमणंतरियं, गहणं भणियं जओ विमुक्खोऽवि । નુત્તો નિરંતરો વિચ, માટુ દ સંતરો મા? રૂ૬૮ गहणावेक्खाइ तओ, निरन्तरं जम्मि जाइं गहियाई । नवि तम्मि चेव निसिरइ, जह पढमे निसिरणं नत्थि ॥३६९।। निसिरिज्जइ नागहियं, गहणंतरियंति संतरं तेणं ।। न निरंतरंति न समयं, न जुगवमिति होंति पज्जाया ॥३७०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy