SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] વ્યવહારિક અર્થાવગ્રહનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વ્યંજનાવગ્રહ થયું નહિ, કેમકે વ્યંજનાવગ્રહ તો વ્યંજનોના સંબંધ માત્રરૂપ હોવાથી અર્થ શૂન્ય છે. પૂર્વે ૨૫મી ગાથામાં પણ કહ્યું છે કે “તે અર્થાવગ્રહની પૂર્વે જે વ્યંજનકાળ છે, તે અર્થ પરિશૂન્ય છે” માટે અર્થદર્શનરૂપ આલોચનને અર્થશૂન્ય વ્યંજનાવગ્રહ કહેવાશે નહિ. - બીજા વિકલ્પઅનુસાર શબ્દઆદિ વિષયપણે પરિણામ પામેલ, દ્રવ્યના સંબંધ માત્રરૂપ વ્યંજનને આલોચના જ્ઞાન માનવામાં આવે, તો તે પણ નહિ ઘટે; કેમ કે વ્યંજનના સંબંધમાત્ર અર્થશૂન્ય એવો વ્યંજનાવગ્રહ સામાન્ય અર્થાલોચક કેવી રીતે થઈ શકે ? ઉપર કહ્યા મુજબ આલોચના જ્ઞાન બીજી રીતે ઘટતું ન હોવાથી કહેવામાં આવે કે, વ્યંજનાવગ્રહનું બીજાં નામજ આલોચનાજ્ઞાન છે. કેમ કે વસ્તુઓની વિવક્ષામાત્રથી ઘણાં નામ કરવામાં કંઈ હરકત નથી. તેમ માનવાથી તે આલોચનાજ્ઞાન સામાન્યગ્રાહી થાય અને અર્થાવગ્રહ વિશેષગ્રાહી થાય, તેથી અયોગ્ય છે. વળી જો વ્યંજનાવગ્રહ જ આલોચનાજ્ઞાન થાય, તો એ અર્થ શૂન્ય વ્યંજનાવગ્રહમાં સામાન્ય ગ્રહણ કેવી રીતે થાય ? વસ્તુતઃ અર્થાવગ્રહજ સામાન્ય અર્થગ્રાહક છે, એના સિવાય બીજુ કોઈ આલોચના જ્ઞાન નથી. અને “આલોચનાજ્ઞાન પ્રથમ નિર્વિકલ્પ છે.” એમ જે કહ્યું છે, તે પણ અર્થાવગ્રહની અપેક્ષાએ જ ઘટે છે. વિવાદની ખાતર કદાચ માની લઇએ કે વ્યંજનાવગ્રહમાં સામાન્ય ગ્રહણ થાય છે, તો પણ ઇહા સિવાય અર્થાવગ્રહનો-કાળમાં “આ શબ્દ છે” એવું વિશેષજ્ઞાન અકસ્માતુ કેવી રીતે થાય ? કેમ કે “આ શબ્દ છે” એવું જ્ઞાન તે નિશ્ચયરૂપ છે, અને એવો નિશ્ચય ઈહા વિના એકદમ થાય નહિ. માટે અર્થાવગ્રહમાં ઉપરોક્ત વિશેષ બુદ્ધિ ઘટતી નથી. ૨૭૩ થી ૨૭૮. અર્થાવગ્રહના કાળમાં શબ્દઆદિના નિશ્ચયની સાથે જ હા થાય છે, એમ કહેવામાં આવે, તો તે પણ ઘટતું નથી. તે જણાવી વ્યવહારિક અર્થાવગ્રહનું સ્વરૂપ કહી સમાધાન કરે છે કે : अत्यावग्गहसमए, वीसुमसंखेज्जसमइया दो वि । तक्का-वगमसहावा, ईहा-ऽवाया कहं जुत्ता ? ॥२७९॥ खिप्पे-यराइभेओ, जमोग्गहो तो विसेसविण्णाणं ।। ગુરુ વિષાણસો સો ત્તિ સુમન શારદા स किमोग्गहो त्ति भण्णइ, गहणे-हा-वायलक्खणत्ते वि । अह उवयारो कीरइ, तो सुण जह जुज्जए सो वि ॥२८१॥ सामण्णमेत्तगहणं, नेच्छइओ समयमोग्गहो पढमो । તત્તોડuતરમટિયવસ્યુરિસેસ નોડવાગો ર૮રો सा पुणरीहावायावेक्खाओ वग्गहोत्ति उवयरिओ । પસ વિસાવદ્ધ, સામvi gu vi ર૮રૂા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy