SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ सबगउ त्ति व बुद्धो, कत्ताभावाइदोसओ तण्ण । सव्वा-सब्बगहणप्पसंगदोसाइओ वा वि ॥२१६॥ दव्वमणो विण्णाया, न होइ गंतुं व किं तओ कुणउ ? । अह करणभावओ तस्स, तेण जीवो वियाणेज्जा ॥२१७॥ करणुत्तणओ तणुसंठिएण, जाणिज्ज फरिसणेणं व । ત્તિ વિય હે , ર રોડ વહિં રસ ૧ /ર૩૮ नज्जइ उवधाओ से, दोबल्लोरक्खयाइलिंगेहि । जमणुग्गहो अ हरिसाइएहिं तो सो उभयधम्मो ॥२१९।। जइ दब्बमणोऽतिबली, पीलेज्जा हिदिनिरुद्धवाउ ब्व । તથા રિસા , ત્ર ને રસ હિંદુ તત્ય ? ૨૨૦મી રૂ-બિટ્ટાણીમવરે રોત્તિ પુf-હાળો .. जह तह मणसो ताओ, पोग्गलगुणउ ति को दोसो ? ॥२२१॥ જાગ્રત અવસ્થા અને સ્વાવસ્થામાં પણ, મન જઈને જોયવસ્તુ સાથે સંબંધ પામે છે. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે મારું મન અમુક સ્થળે ગયું. અનુગ્રહ અને ઉપધાતના અભાવે, લોચનની પેઠે મન શેય સાથે સંબંધ પામતું નથી, સંબંધ પામતું હોય તો પાણી-અગ્નિ આદિના ચિંતવન કાળે મનને અનુગ્રહ અને ઉપઘાત થાય. દ્રવ્યમન કે ભાવમન વિષયદેશ પ્રત્યે જાય છે ? ભાવમન તો જીવરૂપ છે અને તે શરીર વ્યાપિ હોવાથી શરીરની બહાર જવું ઘટે નહિ. (આત્મા) સર્વગત છે, એમ કહેવામાં આવે, તો કÖપણાના અભાવ આદિ દોષથી અથવા સર્વઅસર્વગ્રહણના પ્રસંગથી તેમ નહિ થાય. દ્રવ્યમન વિજ્ઞાતા નથી તેથી તે વિષય દેશ પ્રત્યે જઈને શું કરે ? મન કરણ હોવાથી જીવ તે મન વડે જાણે છે. “શરીરગત સ્પર્શનેન્દ્રિયની જેમ કરણ હોવાથી, જીવ તે વડે જ જાણે છે,” એ હેતુથી તો સ્પર્શનેન્દ્રિયની પેઠે તે બહાર નીકળતું નથી. દૌર્બલ્ય-ઉરઃક્ષત-ચિજ વડે તેને ઉપઘાત જણાય છે, અને હર્ષઆદિ વડે અનુગ્રહ જણાય છે, તેથી મન અનુગ્રહ અને ઉપઘાત રૂપે ઉભયધર્મવાળું છે. જો દ્રવ્યમન અતિશય બળવાન છે, તો તે રૂંધાયેલ મન હૃદયમાં રૂંધેલા વાયુની પેઠે પીડા કરે, અને તેના અનુગ્રહ વડે હર્ષાદિ થાય. તેમાં શેય વસ્તુને શું? જેમ ઈનિષ્ટ આહાર ભક્ષણ કરવાથી શરીરને પુષ્ટિ-હાની થાય છે. તેમ મનથી પણ તે પુષ્ટિ-હાની પુદ્ગલના ગુણથી થાય તો દોષ છે ? ૨૧૩-૧૨૧. પ્રશ્ન :- જાગ્રત અવસ્થામાં અથવા સ્વાવસ્થામાં મન શરીરમાંથી નીકળીને મેરૂ શિખરાદિ ઉપર રહેલા જિનબિંબાદિ શેય વસ્તુ સાથે સંબંધ પામે છે. આ બાબત સર્વ અનુભવ સિદ્ધ છે, લોકમાં પણ એમ કહેવાય છે, કે મારું મન અમુક સ્થળે ગયું. આથી એવો નિશ્ચય થાય છે, કે મન પ્રાપ્યકારી છે પણ અપ્રાપ્યકારી નથી. ઉત્તર:- જ્ઞયવસ્તુ સાથે મન સંબંધ પામતું નથી. ચક્ષુની જેમ મનને પણ સૅયવસ્તુથી અનુગ્રહ અને ઉપધાત થતો નથી. મનનો શેય વસ્તુની સાથે સંબંધ થાય છે, એમ જો માનવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy