SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચક્ષુ અપ્રાપ્યકારી છે. [ ૧૧૫ વા અનુગ્રાહક મૂર્તિમાન દ્રવ્યથી ચક્ષુને ઉપઘાત વા અનુગ્રહ થાય, તો તેનો અમે નિષેધ કરતા નથી. જેમ ઝેર અને સાકર ખાવાથી મનને મૂર્છા અને સ્વાસ્થ્ય થાય છે. તેમ અહીં પણ સમજવું. પ્રશ્ન :- સૂર્યબિંબના કિરણોની જેમ ચક્ષુના કિરણો નીકળી વિષયને પ્રાપ્ત કરીને વસ્તુ પ્રકાશે છે, તેથી ચક્ષુ અપ્રાપ્યકારી નથી પણ પ્રાપ્યકારી છે. ચક્ષુના કિરણો સૂક્ષ્મ તેમજ તૈજસ હોવાથી તેમને અગ્નિઆદિથી દાહ થતો નથી. સૂર્યના કિરણમાં તેવી જ રીતે જણાય છે. એમ માનવામાં આવે તો શી હરકત છે ? ઉત્તર ઃ- એ કથન પ્રત્યક્ષઆદિ પ્રમાણ વડે સિદ્ધ થતું નહિ હોવાથી, માની શકાય એમ નથી. કદાચ એમ કહી શકીશ કે જો ચક્ષુના કિરણો નીકળીને, વિષય પ્રાપ્ત કરીને વસ્તુને પ્રકાશે નહિ તો વસ્તુનું જ્ઞાન જ ન થાય. આ કથન પણ અયોગ્ય છે, કારણ કે કિરણો સિવાય પણ વસ્તુનું જ્ઞાન થાય છે. મનને કિરણો નથી છતાં પણ તે અપ્રાપ્ત વસ્તને જાણે છે. વળી સૂર્યકિરણોના ઉદાહરણથી અચેતન ચક્ષુકિરણોને વસ્તુનું જ્ઞાન થવું ઘટતું નથી. જો અચેતન રશ્મિઓને જ્ઞાન થતું હોય તો નખ દાંત લાળ આદિની શરીરગત રશ્મિઓને પણ સ્પર્શાદિ વિષયનું જ્ઞાન થવું જોઈએ. પરંતુ એમ થતું નથી. માટે તેમ માનવું અયોગ્ય છે. ચક્ષુ પ્રાપ્યવિષયને ગ્રહણ કરે છે, એમ જો કહેવામાં આવે, તો ચક્ષુ સાથે સંબંદ્ધ એવા અંજન-રજ-મેલ વિગેરેને તે જોઈ શકતી હોવી જોઈએ. પણ તે જોઈ શકતી નથી તેથી પણ તે અપ્રાપ્યકારી છે. પ્રશ્ન :- જો એ પ્રમાણે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે, તો પછી અપ્રાપ્તપણું સર્વત્ર સમાન હોવાથી, આખા જગતના અર્થને સામાન્યપણે કેમ ન ગ્રહણ કરે ? અને અમુક જ અર્થને ગ્રહણ કરે અને અમુકને ન કરે એમ શા માટે ? ઉત્તર ઃ- જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મ પ્રતિબંધક હોવાથી, અપ્રાપ્યકારીપણું સમાન છતાં, પણ નિયત અર્થને જ ગ્રહણ કરે છે. વળી મન અપ્રાપ્યકારી છતાં પણ, ઇન્દ્રિયઆદિ વડે અપ્રકાશિતસર્વથા નહિ જોયેલ કે નહિં સાંભળેલ અર્થમાં પ્રવર્તતું નથી. માટે એવો નિયમ નથી કે જે સાધન અપ્રાપ્યકારી હોય તે સર્વ અર્થને ગ્રહણ કરી જ શકે. ૨૧૨, એ પ્રમાણે ચક્ષુની અપ્રાપ્યકારિતા સિદ્ધ કરીને, હવે દષ્ટાંત આપેલા મનની અપ્રાપ્યકારીતાની જે અસિદ્ધતા માને છે, તેને મનની અપ્રાપ્યકારિતા સિદ્ધ કરવા માટે પૂર્વપક્ષને ઉત્થાપન કરતા કહે છે. गंतुं नेएण मणो, संबज्झइ जग्गओ व सिमिणे वा । सिद्धमिदं लोयम्मि वि, अमुगत्थगओ मणो मे त्ति || २१३|| नाणुग्गहो - बघायाभावाओ लोयणं व, सो इहरा । तोय - जलणाइचिन्तणकाले जुज्जेज्ज दोहिं पिं ॥ २१४ ॥ दव्वं भावमणो वा, वएज्ज जीवो य होइ भावभणो । देहव्वावित्तणओ, न देहबाहिं तओ जुत्तो || २१५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy