SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ૧૧ પડિગ્નેહ, ૧૨ સંસારપડિગ્ગહ, ૧૩ નંદાવત્ત અને ૧૪ સિદ્દબદ્ધ. ૧ આ પૈકી પહેલાં તેર અને મજુસ્સાવત્ત એ મગુસ્સસેણિયાના ૧૪ પ્રકારોનાં નામ છે. એવી રીતે ઉપયુક્ત ૧૪ નામો પૈકી ૪ થી ૧૩ નામે અને પુવર એ પુદૃસેણિયાના ૧૧ પ્રકારોનાં નામ છે. એવી રીતે બાકીના એગાહણસેણિયા વગેરે ચારના જે અગિયાર અગિયાર પ્રકારે છે તેમાંનાં પહેલાં દસનાં નામ તો પુÉસેણિયાનાં પહેલાં દસ નામ જ છે, જ્યારે અન્તિમ નામ અનુક્રમે આગાહણવત્ત, ઉવસંપજજાવત્ત, વિપજહાવત્ત અને સુઆચુઅવત્ત છે કે જે સ્વનામસૂચક છે. આનું સ્વરૂપ મળતું નથી, પણ માઉયાપય એ નામ ઉપરથી એ માતૃકાને–લિપિનો બંધ કરાવનાર હશે. એવી રીતે કઈ કઈ ગણિત, ન્યાય વગેરેના ઉપર પણ પ્રકાશ પાડનારા હશે. પરિકમ્મના પૂર્વોત. સાત ભેદોની બાબતમાં સમવાય( . ૧૪૭)માં કહ્યું છે કે એના છ ભેદ સ્વસામાયિક (પોતાના સિદ્ધાન્ત અનુસાર ) જ છે, જ્યારે આજીવિક મન્તવ્ય પ્રમાણે ( “ચુતાયુતશ્રેણિકા ” નામના પરિકમપૂર્વક) સાત છે. વિશેષમાં છ ભેદ ચતુષ્કનયિક છે અને સાત જઐરાશિક છે. સુર–આના બાવીસ ભેદ છે. જેમકે ઉજુગ, પરિણયા પરિણય, બહુભંગિય, વિપશ્ચય, અણુતર, પરંપર, સમાણ, સંજૂહ, સંભિન્ન, અહા ૧ નંદી (સુ પ૭) પ્રમાણે ૧, ૩, ૪ અને ૧૪નાં નામ અનુક્રમે માગપય, અઠ, પાઢેઆમાસ અને સિદ્ધાવત્ત છે. ૨ નંદી પ્રમાણે આ નામમાં મૂળ પ્રમાણે ભેદ છે. ૩ નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમશિરૂઢ અને એવભૂત એમ જે સાત નો છે તે પૈકી નિગમનો સંગ્રહ અને વ્યવહારમાં અન્તર્ભાવ થાય છે અને રાષ્ટ્ર વગેરે એક ગણાય તેમ છે એટલે નય ચાર છે. આ અપેક્ષા સ્વીકારનાર ચતુનયિક કહેવાય છે અને એ વેતામ્બરે છે. ૪ એમની માન્યતા મુજબ દરેક વસ્તુ ત્રણ ત્રણ સ્વરૂપવાળી છે. જેમકે જીવ, અજીવ અને નજીવ; લેક, અલાક ને કલેક; સત્, અસત ને સંદરત. આ રાશિકે નચને અંગે પણ ત્રણ પ્રકારે દર્શાવે છેઃ (૧) દ્રવ્યાર્થિક,(૨) પર્યાયાર્થિક અને (૩) ઉભયાર્થિક. ૫ ઋજીક, પરિણુતા પરિણુત, બહુસંગિક, વિપત્યયિક, અનન્તર, પરમ્પર, સમાન, સંયૂથ, સભ્ભિન્ન, યથાત્યાગ, સૌવસ્તિવક્ત, નાવર્ત, બહુલ, પુષ્ટપુષ્ટ, થાવર્ત, એવમ્ભત, દ્વિકાવર્ત, વર્તમાનત્પદ, સમભિરૂઢ, સર્વતોભદ્ર, પ્રણામ અને દ્ધિપ્રતિગ્રહ એમ આનાં સંસ્કૃત રૂપાન્તર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy