SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આયમનું દિગ્દર્શન [ પ્રકારનું નરકના અને ત્રીજો ધ્યાનના પ્રકારે સખધી છે. એથે આગમ મરણને અંગે છે અને એના આધારે મરણસમાહિ રચાયેલ છે. (૧૨-૧૩) આયવિહિ ને આયા રવિ સોહિ–પહેલાનું સ્વરૂપ જાણવામાં નથી. બીજે આગમ આચારથી પતિત થયેલા આત્માના ઉદ્ધાર માટે પ્રાયશ્ચિત્તને માર્ગ સૂચવે છે. (૧૪-૧૫) નિરયવિહિ ને મરણવિસાહિ–આમાં અનુક્રમે નરક અને મરણ વિષે અધિકાર હશે. (૧૬) આસીવિસભાવણું (આશીવિષભાવના)–પકિખયસુત્તની યશોદેવસૂરિકૃત વૃત્તિ( પત્ર ૬૯ આ )માં કહ્યું છે કે આશીવિષભાવના ઇત્યાદિ પાંચ ગ્રન્થનું સ્વરૂપ એના નામને આધારે દર્શાવ્યું છે, કેમકે વિશેષ સમ્પ્રદાય જેવામાં આવ્યો નથી. વિષને વિષે આસીવિસમ્રાવણમાં વિચાર કરાયો છે. પત્ર ૬૦આમાં કહ્યા મુજબ દાઢમાં ઝેર હોય એવાં પ્રાણીઓ બે જાતનાં છે. પહેલી જાતનાં પ્રાણીઓને જન્મથી ઝેર હોય છે અને એમાં વીંછી, દેડકાં, સાપ અને મનુષ્યને સમાવેશ થાય છે. વીંછીનું ઝેર વધારેમાં વધારે અડધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં અને દેડકાનું એથી બમણું શરીરમાં ફેલાઈ જાય. સાપનું ઝેર જખ્ખદીપ જેવડા શરીરમાં અને મનુષ્યનું ઝેર સમયક્ષેત્ર યાને મનુષ્ય લેક જેવડા શરીરમાં ફેલાઈ જાય. બીજી જાતનાં પ્રાણુઓ તપ વગેરે કરવાથી ઝેર પ્રાપ્ત કરે છે. આવાં પ્રાણીઓમાં પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને સહસ્ત્રાર સુધીના અપર્યાપ્ત દશામાં રહેલા દેને સમાવેશ થાય છે. આ પ્રાણીઓ અન્યને શાપ આપી મારી નાંખે છે. આ કૃત્ય સર્પદંશ જેવું છે. (૧૭-૧૮ ) આઉરપચ્ચકખાણ ને મહાપચ્ચકખાણુ–આ નામની બે કૃતિઓ વિષે પૃ. ૧૭૨માં અને પૃ. ૧૭૪માં અનુક્રમે વિચાર કરાયો છે. જે એ પUણણગ ન જ હોય તે આ સમાન નામવાલી કૃતિને પઈરણગ ગણવી જોઇએ. આ બેના આધારે મરણસમાહિની રચના કરાઈ છે.? - ૧ જુઓ પૃ. ૧૭૮. ર “આય’ના આત્મા, પાપ, લાભ, ગૃહીત, આવેલ અને બકરાને લગતું એમ છ અર્થ છે. ૩ જુઓ પૃ. ૧૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy