SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ગ્રન્થમાલાના ગળ્યાંક ૩૦ તરીકે વિ. સં. ૧૯૯૪માં છપાયેલી છે. એના નિવેદનમાં સૂચવાયું છે કે વીરવિજયગણિએ રચેલું “પુણ્યપ્રકાશનું સ્તવન” આના આધારે જાયું છે. પાજંતારાહણની ભાષા વગેરે જોતાં એની પધણણુગ તરીકે ગણના કરવી ઉચિત જણાતી નથી. શુબિંગના લખવા પ્રમાણે પયણસંગ્રહમાં આ પજચંતારાહણ અમદાવાદથી વિ. સં. ૧૯૬૨માં છપાયેલ છે. પિંડવિસેહિ ( પિણ્ડવિશોધિ )–આને “ પિણ્ડવિશુદ્ધિ ” પણ કહે છે. આમાં ૧૦૩ પદ્યો છે. એની રચના જિનવલ્લભગણિએ પિંડનિજજુત્તિના આધારે કરી છે એમ અનિતમ પદમાં ઉલ્લેખ છે. આ હિસાબે આ કૃતિને પUણુગ ગણાય નહિ, જોકે આ એક ઉપયોગી કૃતિ છે. આના ઉપર યશદેવસૂરિએ વિ. સં. ૧૧૭૬માં સુધા નામની વૃત્તિ, ઉદયસિંહસૂરિએ વિ. સં. ૧૨૯૫માં દીપિકા, કોઈકે અવચૂર્ણિ અને કેઈકે વિ. સં. ૧૫૯૭ કરતાં તે પહેલાં ગુજરાતી બાલાવબોધ રચેલ છે. વળી અજિતદેવસૂરિએ વિ. સં. ૧૬૨૭માં પિરાવિશુદ્ધિ ઉપર દીપિકા રચી છે. વચ્ચચલિયા ( વર્ગચૂલિકા)–અજઝયણોને સમૂહ તે “વગે'. દા. ત. અંતગડદસાના આઠ વચ્ચ. એ વચ્ચની ચૂલિયા તે “વગ્ગચૂલિયા'. આમ અભયદેવસૂરિનું કહેવું છે. વવહાર(ઉ. ૧૦ )ના ભાસમાં તેમજ એના ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકામાં તે મહાકપસુયની ચૂલિયાને વગચૂલિયા” (વર્ગચૂલિકા) કહી છે. વંગચૂલિયા (? વંગચૂલિકા)–આની ગુજરાતી ટિમ્બા સહિતની એક હાથપોથી ભાં. પ્રા. સં. મંદમાં છે. એમાં મૃતની હીલનાને અધિકાર છે. આના કર્તા તરીકે જસ( સ )ભદ્દ અર્થાત્ યશભદ્રનું નામ જેવાય છે. આને ગુજરાતીમાં સારાંશ “ ચમત્કારિક-સાવચૂરિ સ્તોત્રસંગ્રહ અને વંકચૂલિયાસુન્નસારાંશ” નામની પુસ્તિકા (પૃ. ૬૪-૭૫)માં ૧. આમાં માઇપરિહારકુલક અને એનું ગુજરાતી ભાષાન્તર તેમજ વાચક કરણની “પ્રમાદન કરવા” વિષેની સઝાય છપાયેલાં છે. ૨ જુઓ પૃ. ૨૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy