SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સેળયું 7. દોવિંદસ્થ ને મરણ સમાપ્તિ ૧૭૭ લગ્ન-બલ અને (૮) નિમિત્ત-બલને ઉલેખ છે. આ દરેકમાં શું શું કરવું ઘટે તે આગળની ગાથાઓમાં વિચારાયું છે. અન્તમાં દિવસ કરતાં તિથિ, તિથિ કરતાં નક્ષત્ર એમ ઉત્તરોતર અધિક બળવાન છે એ વાત છે. આમ આ જ્યોતિષને ગ્રન્થ છે. એના ૬૩મા પદ્યમાં ‘હેરા શબ્દ છે. ૯ દેવિંદથય (દેવેન્દ્રસ્તવ)–આમાં ૩૦૭ ગાથા છે. ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના તીર્થકરને વન્દન કરી કોઇ સમયજ્ઞ શ્રાવક પ્રથમ પ્રાકૃષમાં વર્ધમાન(વીર)ના તરફ બહુમાન (૨) થવાથી વીરની ઉદાર સ્તુતિ કરે છે અને એની પાની હાથ જોડીને એ સાંભળે છે. આમ પહેલી ત્રણ ગાથાને સાર છે. છઠ્ઠી ગાથામાં બત્રીસ ઇન્દ્રોને નિર્દેશ આવે છે એ સાંભળતાં પત્ની પતિને પ્રશ્ન પૂછે છેઃ આ બત્રીસ ઇન્દ્રો તે ક્યા ? તેઓ ક્યાં રહે છે ? કોની કેટલી સ્થિતિ છે ? કોને કેટલાં ભવન અને વિમાન છે ને તેનું સ્વરૂપ શું છે ? ઇન્દ્રોનું અવધિજ્ઞાન કેવું છે? (–૧૦ ). શ્રુતજ્ઞાનરૂપ સાગરમાંથી પ્રતિકૃચ્છા વડે મને જે કૃત મળ્યું છે તેના આધારે હું ઉત્તર આપું છું એમ પતિએ કહ્યું (૧૨) અને ઉપયુક્ત પ્રશ્નોના ઉત્તરો આપ્યા. એમાં લેકપાલ વગેરેની સંખ્યા (૪૩–૫), ઇન્દ્રોનાં બળ અને પરાક્રમનું સ્વરૂપ (પર-૬૫), જતિષ્કને વિવિધ દષ્ટિએ વિચાર (૮૧–૧૬૧)-નક્ષત્રના ચન્દ્ર સાથેના યોગના સમય ( ૧૦૨-૪), કપિપપન્ન અને કપાતીત દેવેનો અધિકાર ( ૧૬૩-૧૯૮), દેવોનો પ્રવીચાર (૧૯૯-૨૦૨ ), ઇષત્રાગભારાનું વરૂપ અને સિદ્ધોની અવગાહના (૨૭૩-૨૯૦) અને સિદ્ધોનું સુખ (૨૯૩-૯) એ વિષય પણ સમજાવાયા છે. આ પ્રમાણે કાઈ શ્રાવકે કરેલા નિરૂપણને રજૂ કરતે આગમ વીરભદ્ર રચ્યો છે અને એ છાયા સહિત છપાયેલ છે. ૧૦ મરણસમાહિ (મરણસમાધિ)–આમાં ૬૬૩ ગાથા છે. ૧ બત્રીસ ઇન્દ્રો (ગા. ૧૪–૧૯), ભવનની સંખ્યા (૨૧–૦) અને ઇન્દ્રોની સ્થિતિ (૨૮-૩૦ ). ૨ જુઓ. પૃ. ૧૭. ૧૨ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy