SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છેલું ભાસ તે “સામાઈય” અઝથયું પૂરતું જ છે, અને એ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલું છે. આવસ્મય ઉપર ચુણિ છે. એના કર્તા જિનદાસગણિ છે એમ કેટલાક માને છે. આ યુણિણ બે ભાગમાં ઋ. કે. “વે. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨૮ અને ઈ. સ. ૧૯૨૯માં અનુક્રમે છપાઈ છે. મૂળ તેમજ ઉપર્યુક્ત નિતિ મૂલ ભાસ અને ભાસ ઉપર હરિભદ્રસૂરિએ શિષ્યહિતા નામની ટીકા રચી છે અને એ છપાયેલી છે. ૮૪,૦૦૦ લેક જેવડી જે ટીકા એમણે રચી હતી તે મળતી નથી. એવી રીતે જિનભટે આવત્સય ઉપર જે ટીકા રસ્થાનું મનાય છે તે પણ મળતી નથી. છપાયા છે. ગણધરવાદ અંગેના છપાયેલા અંગ્રેજી લખાણમાને છેડેક પ્રારબ્લિક ભાગ મેં તૈયાર કર્યો હતો, પણ એની એ પ્રમાણે નોંધ લેવાઈ નથી. વિસાવ વિષે વિશેષ માહિતી માટે જુઓ B C D J (પૃ. ૧૮૭-૮) અને જ ૫૦ (ખડ ૨)નો મારે ઉપધાત (પૃ. ૭૯). ૧. આ એક મહત્ત્વની કૃતિ છે. એ અન્ય ચુણિઓની પેઠે ભાષાશાસ્ત્રની દષ્ટિએ ઉપયોગી છે. વિશેષમાં લોકિક તેમજ ઐતિહાસિક કથાના અભ્યાસ માટે પણ એ સરસ સાધન છે. એના પૂર્વ ભાગમાંથી નવ અને ઉત્તર ભાગમાંથી એક એમ ૧૦ લૈકિક કથાઓ હિન્દીમાં પુ. ક.માં અપાઈ છે. આ હિનદી પુસ્તકમાં આ ઉપરાન્ત પૂર્વ ભાગમાંથી ચાર અને ઉત્તર ભાગમાંથી છે એમ ૧૦ એતિહાસિક કથા અને પૂર્વ ભાગમાંથી બે અને ઉત્તર ભાગમાંથી એક એમ ૩ ધાર્મિક સ્થાઓ અપાઈ છે. આમ ૨૩ કથાનો હિંદી સારાંશ રજૂ કરાયો છે. આવયચુણિ (ભા. ૨, પત્ર ૧૬૨)માં ભાસના પ્રતિજ્ઞાયૌગધેરાયણ (અંક ૩)નું નવમું પદ્ય અવતરણરૂપ અપાયું છે. આ યુણિણ (ભા. ૧, પત્ર ૬૦૧)માં મહાવીરસ્વામીને કેવલજ્ઞાન થયું તેનાં ૧૩ વર્ષ પૂર્વે સાવથીમાં રેલ (પૂર) આવ્યાની વાત છે. આવી હકીકત મછજાતક ( ક્રમાંક ૭૫)માં પણ જોવાય છે. ૨. આના ઉપર માણે(ણિજ્યશેખરસૂરિએ સંસ્કૃતમાં દીપિકા રચી છે. પહેલાં બે અજઝયણ પૂરતી નિતિ સહિત એને પહેલે ભાગ ઈ. સ. ૧૯૩૯માં અને બીજા ત્રણ અઝયણ પૂરતી નિજુત્તિ સહિત એને બીજો ભાગ છે. સ ૧૯૪૧માં વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાલા (સુરત) તરફથી પ્રકાશિત થયેલ છે. ત્રીજો ભાગ હજી સુધી બહાર પડ્યો નથી. કે આના પરિચય માટે જુઓ આ૦ ૦ ૫૦ (ખણ્ડ ૨)ને મારે ઉપઘાત (પૃ. ૫૪–૫૫). ૪ એજન (પૃ. ૨૪). Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy