SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું ] મહાનિસીહ ૧૭ એમાં ૮૪ લાખ જીવનિમાં જીવે જે પાપ કર્યા હોય તેની આલોચનાને અધિકાર છે. આમાં સામાયિક અને પૌષધ એ બે વ્રતોને ઉલેખ છે. વિશેષમાં સામાયિકમાં અને પૌષધમાં જિનલિંગપણું સ્વીકાર્યા બાદ સમય પૂરો થતાં શ્રાવક ઘેર જાય તો એ વિરાધક નથી, પણ મુનિ એમ કરે છે એ વિરાધક છે એમ ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર અપાયો છે. ત્રીજા અને ચોથા અજઝયણુમાં કુશીલ સાધુઓને અધિકાર છે. એમાં વ્યસ્તવ અને ભાવ-રતવનું સ્પષ્ટીકરણ છે. અહીં નવકાર મત્ર, ઉપધાન, દયા અને અનુકશ્માને અધિકાર છે, અને તીર્થ કરનું વિસ્તૃત વર્ણન છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજાનો ભેદ દર્શાવાયું છે. વજસ્વામીએ નવકાર મન્નનો ઉદ્ધાર કરી એને આ હેયસુત્તમાં સ્થાયાને અહીં ઉલ્લેખ છે. નાઈલ (નાગિલ) શ્રાવક કુશીલને સંગ ત્યજી આરાધક છે અને એને ભાઈ સુશીલ કુશલના સંસર્ગમાં રહી મારીને પરમાધાર્મિક બને એ વાત અહીં કહેવાઈ છે. અડગોલિયને વિષય ચર્ચતી વેળા પણહાવાગરણને ઉલ્લેખ કરાય છે. પાંચમા અઝયણનું નામ નવનીયસાર (નવનીતસાર ) છે. એનું “ગછાયાર” એવું બીજું નામ હોય એમ લાગે છે. ગછાયારની રચનામાં આ અઝયણને ઉપયોગ કરાય છે. આમાં ગુરુ અને શિષ્ય વચ્ચે સમ્બન્ધ નિરૂપાયો છે. આમાં ગચ્છનું વર્ણન છે. પાંચમા આરાના અન્ત સુધી ગ૭ અને દસયાલિય રહેશે અને છેલ્લા આચાર્ય દુ:પ્રસહસૂરિ થશે એ વાત અહીં કહેવાઈ છે. અન્તકૃત કેવલી આચાર્ય અને એમના ૪૯૯ શિષ્ય વિષે તેમજ દ્વાદશાંગી વિષે અહીં ઉલ્લેખ છે. આચાર્ય કમલપ્રભ પતિત થતાં એમનું “સાવઘાચાર્ય” નામ પડ્યાની બાબત અહીં છે. ગીયWવિહાર (ગીતાર્થવિહાર) નામના છઠ્ઠા અઝયણમાં પ્રાયશ્ચિત્તોના દસ પ્રકારના અને ચાર જાતની આલોચનાના અધિકાર છે. આમાં ભદ્ર (ભદ્રાચાર્ય) અને રજૂ આર્યાની તેમજ નદિષેણ, આષાઢ, લક્ષ્મણ સાધ્વી, પુણ્ડરીક અને કણ્ડરીકની કથા છે. અન્તમાંની બે ચૂલાઓમાં સુસહની પુત્રી ૧. આનું નામ “કસીલસંગ્નિવ જજણ ” છે. ૨ પંચમંગલસુયબંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy