SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ નકલે થયેલી છે, પણ એનું અનેકવિધ મહત્વ જોતાં એ છપાવવી ઘટે. નિસીહ ઉપર ભદ્રબાહુસ્વામીએ જે નિજજુતિ રચી હતી તે એના ઉપરના લગભગ ૬૪૩૯ ગાથામાં મરહદીમાં રચાયેલા ભાસમાં ભળી ગઈ છે. એના વીસમા ઉદ્દેસ ઉપર શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી વિ. સં. ૧૧૭૪માં સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. જૈન ગ્રંથાવલી (પૃ. ૧૨)માં કહ્યું છે કે રત્નપ્રભના શિષ્ય નિસીહ ઉપર ભાષ્યવિવેક રચ્યું છે. નિસીહ ઉપર ગુજરાતીમાં ટિપ્પણુ રચાયું છે. શીધ્રબોધ (ભા. ૨૨)માં નિસીહને હિન્દીમાં સાર અપાય છે. મહાનિસીહ(મહાનિશીથ –પ્રારમ્ભમાં આના જે ત્રણ વિભાગોને ઉલ્લેખ છે તે પ્રમાણે આના વિભાગ પડાયા હોય એમ જણાતું નથી; બાકી આના આઠ વિભાગે છે. તેમાંના પહેલા ને “અજઝયણ” અને બાકીના બેને “ચૂલા” કહે છે. આના પહેલા અજઝવણનું નામ સલુદ્ધરણ (શહરણ) છે. જેમ પગમાં શલ્ય એટલે કે કાંટે વાગે તો તે સાલે તેમ છે પાપ કર્યું હોય તે એ સાલે. એ દૂર કરવા માટે એ પાપની નિન્દા અને આલોચના કરવી ઘટે. આમ કરવું તે શોધ્ધરણુ” છે. આ અજઝયણમાં ૧૮ પાપસ્થાનક ગણવાયાં છે. અતમાં મૃતદેવતા, અક્ષણમહાનસી લબ્ધિ, વીર, સર્વ તીર્થકર, સાધુ, કૃતજ્ઞાની અને મન:પર્યાવજ્ઞાનીના મન્ચાક્ષર છે. બીજું અજઝયણું નામે કમવિવા.વાગરણ (કર્મવિપાકવ્યાકરણ) પહેલા કરતાં દોઢું છે. - ૧ જાઓ HCLJ (પૃ. ૧૯૧). નિસીહ (ઉ. ૧૦)ની ચુણિ (પત્ર પપ૯)માં વરસાદ, ઠંડી અને ગરમીની અસર ન પહોંચે એવા ચક્રવર્તીના અજબ સીયહર (શીતગૃહ)ને અને ઉ. ૧૨ની ચુણિણ (પત્ર ૮૫૪)માં વિવાહપડલ નામના તિઃ શાસ્ત્રનો ઉલ્લેખ છે. પત્ર ૧૨૪૪માં ઘોડાના શરીરમાંથી કાટે કેવી રીતે કઢાયો એ વાત છે. જુઓ ૉ. જગદીશચન્દ્ર જૈનકૃત Life in Ancient India as depicted in the Jaina Canons di y. ૧૯૦, ૧૭૭ અને ૧૮૧. ઉ. ૧૦ની ચણિ (પૃ. ૫૭૧)માંની કાલકાચાર્યને લગતી ઐતિહાસિક કથા “અન્યાય કા પ્રતિહાર” એ નામથી દો હજાર વર્ષ પુરાની કહાનિચ (પૃ. ૧૫ર-૩)માં જગદીશચન્ટે આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy