SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ૭ર-૧૧૧ સુવાળા ચોથા વક્ષસ્કારને ક્ષુદ્રહિમવત્ ઈત્યાદિ વર્ષધર(પર્વત) અને રમ્યફ ક્ષેત્રથી ઐરાવત ક્ષેત્ર સુધીની હકીકત રજૂ કરનાર કહ્યો છે. ૧૧ર-૧૨૩ સુત્તવાળા પાંચમાને તીર્થકરના જન્માભિષેકનું, ૧૨૪-૧૨૫ સુત્તવાળા છઠ્ઠાને જમ્બુ દીપમાંના પદાર્થોનું, અને ૧૨૬-૧૭૮ સુત્તવાળા સાતમાને તિષ્કના અધિકારનું વર્ણન કરનારે કહેલ છે. આમ આ જેને દૃષ્ટિ પ્રમાણેની ભૂગોળવિદ્યાનો ગ્રન્થ છે. ૨૦મા સુર પત્ર ૧૦૮)માં બત્રીસ લક્ષણો ગણાવાયાં છે. ૨૮મા સુત્ત( પત્ર ૧૩ર આ )માં પન્દર કુલકરોનાં નામ અપાયાં છે, જોકે ઠાણ(ઠા, ૭; સુ. ૫૫૬)માં સાત અને એને દસમા (સ. ૭૬૭)માં દસ અને પઉમચરિય(ઉ. ૩, ગા. ૫૦,૫૫) માં ચૌદને ઉલ્લેખ છે. ૬૬મા સુત્ત( પત્ર ૨૫૬ આ–૨૫૭૮)માં નવ નિધિનાં નામ અને એને અંગેનું વક્તવ્ય તેર પદ્યોમાં અપાયું છે. વિવરણાદિ—મૂળ શાન્તિચન્દ્રમણિકૃત વૃત્તિ નામે પ્રમેયરત્નમંજૂષા સહિત બે ભાગમાં છપાયેલું છે. આ વૃત્તિના અન્તમાં ૫૧ પદ્યની પ્રશસ્તિ છે. તેમાં ૧૯મા પદ્યમાં આના રચનાસમય તરીકે વિ. સં. ૧૬૫૧ને નિર્દેશ છે. આ વૃત્તિ ( પત્ર રજ)માં કહ્યું છે કે મલયગિરિસૂરિએ રાજપ્રશ્નીયાદિ છે ઉપાંગ ઉપર વૃત્તિ રચી હતી તેમાં એમણે આ ઉપાંગ ઉપર જે વૃત્તિ હતી તે કાળના દેશે નાશ પામી છે. હીરવિજયસૂરિએ, ધર્મસાગરે, પુણ્યસાગરે વિ. સં. ૧૬૪૫માં અને બ્રહ્મર્ષિએ આ ઉવંગ ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છે એમ જૈન ગ્રન્થાવલી (પૃ. ૮)માં ઉલ્લેખ છે. પ્રકરણ ૧૩ : નિરયાવલિયાસુયખંધ નિરય એટલે નરકનો જીવ ને આવલિ એટલે શ્રેણિ. નરકે જનારની ૧ પહેલામાં એકથી ચાર વક્ષસ્કાર છે, જ્યારે બીજામાં બાકીના ત્રણ છે. ૨ પત્ર ૨૦૮૮માં ૮૧, ૬૪ અને ૧૦૦ પદ(અંશ)માં વાસ્તુને ન્યાસ છે. આ તેમજ ૨૦૮આ પત્રમાં સૂત્રધાર મણ્ડનકૃત વાસ્તુસાક્તિમાંથી તેર સંસ્કૃત પદ્યો અવતરણરૂપે અપાયાં છે. વળી વરાહમિહિરે બતાવેલ ૮૧ પદની સ્થાપનાવિધિને લગતું એક પદ અપાયું છે. ૩ આને “નરક” એવો અર્થ છે, પણ અહીં તે ઠાણું(ઠા. ૧૦)માં વપરાયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy