SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું ] બુલીવપણુત્તિ 'ચંદપણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) સૂરપણુત્તિની જેમ આ ખગોળને ગ્રન્ય છે. એ ઉવાસગદાસાનું ઉવંગ ગણાય છે. અત્યારે જે ચંદપણુતિની હાથપોથીઓ મળે છે તેમાંનું લખાણ સરપતિથી ભાગ્યે જ જુદું પડે છે. આવી પરિસ્થિતિ જિનપ્રભસૂરિના સમયથી તે છે જ એમ આપણે એમણે રચેલા સિદ્ધાન્તાગમસ્તવ (શ્લો. ૨૨૬) ઉપરથી જોઈ શકીએ છીએ. ગમે તેમ હો પણ ઠાણ (ઠા. ૩, ઉ. ૧; સ. ૧૫૨, પત્ર ૧૨૬ અ), નંદી (સુ. ૪૪) ઈત્યાદિમાં આ નામના આગમને ઉલ્લેખ છે. વિશેષમાં મલયગિરિસૂરિએ આના ઉપર વૃત્તિ રચી છે. જબુદ્દીવપત્તિ( જમ્બુદ્વીપપ્રાપ્તિ) નાયાના ઉવંગ ગણાતા આ આગમના નામનો અર્થ એ છે કે એ જમ્બુ દીપ વિષે માહિતી આપે છે અને વાત પણ એમ જ છે. શાન્તિચન્દગણિએ પ્રમેયરત્નમંજૂષામાં આ પત્રમાં આ આગમને “જબૂદીપપ્રજ્ઞસ્વધ્યયન' કહ્યું છે. એમણે આ આગમના સાત વિભાગ દર્શાવ્યા છે અને એ દરેકને “વક્ષસ્કાર” (પા. વફખાર) કહેલ છે. એમણે ૧-૧૭ સુત્તવાળા પહેલા વક્ષસ્કારને ભરતક્ષેત્રને નિરૂપક અને ૧૮-૪૦ સુતવાળા બીજાને, ભરતક્ષેત્રનો વિચાર કરતાં ઉપસ્થિત થયેલા અવસર્પિણી અને ઉત્સર્પિણરૂપ બે વિભાગવાળા કાલચક્રને નિરૂપક કહ્યો છે. એમણે ૪૧-૭૧ સુતવાળા ત્રીજાને ભરત ચક્રીના વર્ણનરૂપ દર્શાવ્યો છે. એવી રીતે એમણે ૧ જુઓ ECLJ ( p. 29 ). २ “ प्रणमामि चन्द्रसूर्यप्रज्ञप्ती यमलजातके नव्ये । गुम्फवपुषैव नवरं नातिभिदाऽर्थात्मनाऽपि ययोः ॥ २६ ॥" ૩ અહીં ભરતનું, એમણે ચક્રરત્ન અંગે કરેલા ઉત્સવનું તેમજ એમણે છ ખડ. કેવી રીતે સાધ્યા તેનું સવિસ્તર વર્ણન છે. ભરતને અંગે અહીં જે કથાઓ(legends) અપાઈ છે તે લૈંયમનના કથન (ZD MG 48,82) પ્રમાણે વિષ્ણુપુરાણ (૨) અને ભાગવતપુરાણ (૫)ને બરોબર બંધબેસતા (parallel) ગ્રંથ (text)રૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy