SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું ] રાયપસેણિય ૧૨૭ અને વિમાન રચાવી એમાં બેસી એ પરિવાર સહિત એમને વન્દન કરવા આવ્યા. એમને વન્દન કરી એણે ધર્મદેશના સાંભળી. પછી બત્રીસ પ્રકારનાં નાટક ભજવી બતાવવા એણે મહાવીરસ્વામીની ત્રણ વાર સમ્મતિ માંગી, પણ એમણે મૌન સેવ્યું એટલે એણે દેવકુમાર અને દેવકુમારી વિકુવ તેમને નાટક ભજવવા ફરમાવ્યું. આઠ મંગળના અભિનયપૂર્વક પ્રથમ પ્રકારનું નાટક કરાયું, અને છેલ્લા નાટકમાં મહાવીરસ્વામીનાં ચ્યવન, ગર્ભસંહરણ, જન્મ, અભિષેક, બાલક્રીડા, યૌવન, નિષ્ક્રમણ, તપશ્ચર્યા, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થનું પ્રવર્તન અને નિર્વાણુ એ બાબતે બતાવાઈ. અનેક દેવકુમારોએ અને દેવકુમારીઓએ ચાર પ્રકારના વાજિંત્ર વગાવ્યાં, ઉક્ષિણ વગેરે ચાર પ્રકારનાં સંગીત સુણાવ્યાં, અંચિત વગેરે ચાર પ્રકારનું નૃત્ય કર્યું, અને દાનિતક વગેરે ચાર પ્રકારને અભિનય કર્યો. ત્યાર બાદ વન્દન કરી સૂર્યાભ દેવ સપરિવાર પિતાને સ્થાને ગયો. એના ગયા પછી ગૌતમસ્વામીએ સૂર્યાભનું વિમાન ક્યાં છે એ પ્રશ્ન મહાવીરસ્વામીને પૂછ્યું એટલે એમણે એને સવિસ્તર ઉત્તર આપતાં, સુધમાં સભા વગેરેનું તેમજ આ દેવનું અને એના વૈભવનું પણું વર્ણન કર્યું. આ વૈભવ એને શાથી મળે એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો ત્યારે એને “પએસી” રાજા તરીકે પૂર્વ ભવ મહાવીરસ્વામીએ કહ્યો. આત્માનું અસ્તિત્વ ન માનનારા આ રાજાને પર્યાપત્ય કેશી ગણધર પ્રતિબોધ પમાડે છે એ વાત એમણે કહી. સાથે સાથે સૂર્યાભ દેવ વીને મહાવિદેહમાં દૃઢપ્રતિજ્ઞ તરીકે જન્મી નિર્વાણ પામશે એમ કહી એનું સવિસ્તર જીવનચરિત્ર કહ્યું. ૧ આનું ઘણું ઝીણવટભર્યું વર્ણન કરાયું છે. એ કોઇ શિલ્પશાસ્ત્રી ધ્યાનપૂર્વક વાંચે વિચારે તો એ એક નવ્ય અને ભવ્ય મહાલય કલ્પી શકે અને શિલ્પશાસ્ત્રને લગતા પારિભાષિક શબ્દ પણ મેળવી શકે. ૨ ૧૫માથી ૧૯મા નાટક તરીકે “ક” થી “મ”સુધીના ૨૫ અક્ષરને અભિનય કરાવે. ૩-૪ અનેક પ્રકારનાં વાજિંત્રનાં નામે, એને વગાડવાની રીતે, સંગીતના પ્રકારે ઇત્યાદિ હકીકત જે અહીં અપાઈ છે તે વાદનવિદ્યા અને સંગીતના અભ્યાસીને વિચારવા જેવી છે. વાજિંત્રના નિર્દેશ માટે જુઓ પૃ. ૯૯ અને ૧૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy