SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આગનું દિગ્દર્શન [ પ્રકરણ ઉપરથી રાજાએ દેવદત્તાને ળીએ ચડાવવાની આજ્ઞા કરી. દેવદત્તા પૂર્વ ભવમાં સિંહસેન નામનો રાજા હતા. એને પ૦૦ રાણુઓ હતી. એ સામા (શ્યામા ) નામની રાણીમાં એટલે બધે આસક્ત રહે કે બીજી બધી રાણુઓએ પિતાપિતાની માતાને ખબર આપી. તેમણે શ્યામાને મારી નાંખવાની એજના ઘડી, એ વાતની શ્યામાને ખબર પડતાં તે કે પગૃહમાં ગઈ. રાજા ત્યાં ગયા અને તેને સમજાવી. પછી રાજાએ સે થાંભલાવાળું કૂટાગાર તૈયાર કરાવ્યું, અને પિતાની ૪૯૮ સાસુઓને નિમંત્રણ આપી તેમાં ઉતાર આપે. મધરાતે રાજાએ એ કૂટાગારને આગ લગાડી અને સાસુઓના પ્રાણ લીધા. અંજ-આમાં શાળની વેદનાથી પીડાતી અંજૂ નામની રાણુની વાત છે. એ પૂર્વ ભવમાં ગણિકા હતી. વશીકરણાદિ પ્રયોગ વડે રાજારજવાડાં વગેરેને વશ કરી એ તેમની સાથે ખૂબ ભાગ ભગવતી હતી. એ મરીને નરકે ગઈ. ત્યાંથી એ એક શેઠને ત્યાં પુત્રી તરીકે અવતરી. એનું નામ “અંજૂ' રખાયું. એ મોટી થતાં એ ગામના રાજાના જોવામાં આવી અને એ એની સાથે પરણ્ય. આમ જે દસ પાપીઓની અહીં કથા છે તે સૌમાં કાલાન્તરે સત્સંગથી સદ્ભાવ જાગે છે, અને એના પ્રભાવે આગળ ઉપર એ બધાં મુક્તિનાં અધિકારી બને છે. બીજા સુફબંધમાં પહેલા અજઝયણમાં સુબાહુની કથા વિસ્તારથી અપાઈ છે. બાકીની નવ કથામાં સામાન્ય વિગતોમાંના ફેરફારનું સૂચન છે. બધી કથામાં મુનિવરને ભિક્ષા આપી પુણ્ય ઉપાર્જન કરવાની વાત આવે છે. સુબાહુ રાજકુમાર છે. એ મહાવીરસ્વામીને ધર્મોપદેશ સાંભળી બાર વ્રતો લે છે. પૂર્વ ભવમાં એણે સુદત્ત મુનિને અન્નપાન વડે સત્કાર કર્યો હતો. ૧ રાણું રિસાય ત્યારે જે ઓરડામાં ભરાઇ બેસે છે. ૨ જેમાં મરજી મુજબ સમાઈ શકાય કે જેને બંધ કરી શકાય કે બાળી શકાય એ છૂપાં બારીબારણાં અને ભોંયરાવાળો મહેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy