SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ (સૂ. ૧૫૫)ની માલધારી શ્રોહેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૪ અ)માં ઉદ્દેશવિધિ દર્શાવતાં એમ કહેવાયું છે કે "इदं पुन: प्रस्थापनं प्रतीत्य अस्य साधोरिदमझममुं श्रुतस्कन्धं इदमध्ययनं वा उद्दिदशामि क्षमाश्रमणानां हस्तेन सूत्रमर्थ तदुभयं च उद्दिष्टम्' વળી આ જ વૃત્તિ (પત્ર ર૬૪ અ)માં નીચે મુજબ ઉ૯લેખ છેઃ अनेन च विधिना सत्रे व्यख्याय माने सत्रं सूत्रानुगमादयश्च युगपत् समाप्यन्ते, यत आह માઘસુધામોનિધિ – 'सुत्तं सुत्तानुगमो मसालावयको य निक्खेषो। . सुनाफासियनिज्जुती नया य समगं तु वच्चंति' ॥" આ ઉપરથી એમ ફલિત થાય છે કે પૂર્વના અભ્યાસની સાથે સાથે ખપપૂરતો અણુઓને અભ્યાસ કરતો હશે. (૬) ૨૧મા પૃષ્ટમાં આપણે અણુઓમાં ઉપક્રમાદિ ચાર ધારે હેવાની સંભાવના કરી છે ખરી, પરંતુ ૨૪ મા પૃષ્ટમાં જે અણુઓનું સ્વરૂપ દર્શાવાયું છે તેનો વિચાર કરતાં તે સંભાવના વિષે શંકા ઉપસ્થિત થાય છે. એટલે જો એમાં ઉપક્રમાદિ દ્વારે ન જ હોય તો બે કટકે અભ્યાસ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અત્રે એ વાત પણ નોંધી લઇએ કે અણુઓગમાં જે તીર્થંકરાદિ મહાપુરુષોનાં જીવનચરિત્રને લગતો ઉલ્લેખ છે એમ જે નંદીસુર વગેરે ઉપરથી જણાય છે તે ઉલેખ પાછળથી ઉમેરાયેલું છે એમ કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને માને છે. એટલે કદાચ તેમ માનવા જતાં બે કટકે અભ્યાસ માટે સંભાવના રહે છે ખરી. : (૭) આપણે ચૂલિયાનું જે સ્વરૂ૫ ૨૪મા તેમ જ ૨૫મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ તે ઉપરથી નીચેની હકીકત ફલિત થાય છે – (અ) ચૂલિયાને કેવળ પ્રાથમિક ચાર પ જ સાથે સંબંધ નથી, કિન્ત પરિકમ્મ, સુત્ત અને અણુગ સાથે પણ સંબંધ છે. (આ) એને છેલ્લાં દસ પૂર્વે સાથે સીધે કશે જ સંબંધ નથી. સીધો' એમ કહેવાનું કારણ એ છે કે એ ચૂલિયાને અણુઓ સાથે સંબંધ છે અને જે તે પહેલાં ચાર પૂર્વના અણુઓને પૂરતો જ ન હોઇ એથી વધારે પૂર્વ સાથેના અણુગ પૂરત પણ કદાચ હોય તો ચૂલિયાને ચાર પૂર્વે સુધી જ સીધો સંબંધ છે અને ત્યાર બાદ આડકતરે સંબંધ છે એમ માનવું પડે. (ઈ) જે ચૂલિયાને કેવળ પહેલાં ચાર જ પર્વે સાથે સંબંધ હોત તો આપણે એમ માની શકત કે એ ચાર પૂર્વેના પૂરેપૂરા અભ્યાસ પછી ચારે ચૂલિયાને અભ્યાસ કરાતો હશે અથવા તો એ પ્રત્યેક પૂર્વની પૂરેપૂરા અભ્યાસ પછી તે તે પૂર્વની ચૂલિકાને અભ્યાસ કરતા ૧ આવન્સયસર કયા પુરુષે કેને ઉદેશીને કથારે કહ્યું તે દર્શાવવા માટે તે તે પાનાં , ચરિત્રે પ્રથમ અપાયેલાં છે તો એવી રીતે અણુગમાં પણ એના પ્રણેતાનાં તેમ જ તેમની સાથે સંબંધ ધરાવનારાં પુરુષોનાં ચરિત્રે હોય એ શું બનવાજોગ નથી એવી દલીલ આ માન્યતાની વિરહમાં આપી શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy