SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આહંત આગમનું અવલોકન [પ્રકરણ પ્રવાહના ઉછેદનો સમય સરખો જ આવે છે. એ સમયથી કયો સમય સમજો એને ઉત્તર પ્રાયઃ એ છે કે તે તે ગણધરના દીક્ષા પયીયમાંથી એકેક માસ જેટલો ઓછો એ સમજવો. સ્પષ્ટ શબ્દમાં કહું તો શ્રીસુધર્મ સ્વામી સિવાયના દસ ગણધરની દ્વાદશાંગીના પ્રવાહને ઉચ્છેદ અનુક્રમે નીચે મુજબનાં વર્ષોમાંથી એકેક માસ ઓછો કરતાં બાકી રહેલા વખતે થયે છે – વર્ષ ૪૨, ૨૮, ૨૮, ૩૦, ૩૦, ૩૦, ૩૦, ૨૬, ૨૬ અને ૨૪. આ સંબંધમાં સ્થૂળ વિચાર કરતાં એમ જણાય છે કે બીજા અને ત્રીજા ગણધરની દ્વાદશાંગીઓના પ્રવાહને સમકાલે ઉચ્છેદ થયો અને એવી હકીકત ચેથા, છટ્ઠા સાતમા અને આઠમા ગણધરની દ્વાદશાંગીઓ આશ્રીને તેમ જ નવમા અને દસમા ગણધરોની દ્વાદશાંગી આશ્રીને પણ બને. વિશેષમાં સૌથી પ્રથમ, અગ્યારમાં ગણધરની દ્વાદશાંગીને પ્રવાહ નષ્ટ થશે, પરંતુ વાચનાદષ્ટિએ સમાન એવી દસમા ગણધરની દ્વાદશાંગી તો ત્યાર બાદ પણ બે વર્ષ ચાલૂ રહી. અત્રે એ પ્રશ્ન સ્કુરે છે કે જ્યારે વાચનાદષ્ટિએ સમાન એવી દ્વાદશાંગી મેજુદ હતી તે પછી અગ્યારમા ગણધારે પિતાના શિષ્યોને શ્રીસુધર્મ સ્વામીને કેમ સેંયા? આનો ઉત્તર એમ સંભવે છે કે જે તેમણે તેમ ન કર્યું હોત તો તેમના જે કેટલાક શિષ્ય બે વર્ષ કરતાં વધારે વખત આવ્યા હશે અને જેમને અભ્યાસ બાકી રહ્યો હશે તેમને અગ્યારમા, દસમા અને પાંચમા ગણધર એમ ત્રણ વાચનાચાર્ય થાત અને ત્રણ જાતની દ્વાદશાંગીને અભ્યાસ કરવો પડત, નહિ કે અગ્યારમા અને પાંચમા એમ બે જ વાચનાચાર્ય થાત અને બે જ જાતની દ્વાદશાંગીને અભ્યાસ કરવો પડત. વળી જેમને ખુદ શ્રી મહાવીરસ્વામીએ ગણુંની અનુજ્ઞા આપી હતી, અને જેમનાથી તીર્થ ચાલનાર હતું તેવા શ્રીસુધસ્વામી વિદ્યમાન હોય ત્યારે અન્ય ગણધરને પિતાને શિષ્ય સમુદાય સંપ એ ઉચિત ખરું? અત્રે એ વાત સ્પષ્ટ કરવી જરૂરી જણાય છે કે આપણે કરમા પૃષ્ટમાં આવલ્સયસુરની ચુણિણમાં જે ગણ સંપ્યાને ઉલેખ જોઇ ગયા તેમાં ગણની સંખ્યા નવની ન સમજતાં અગ્યારની સમજવાની છે, અને તેમ કરવામાં ગણને અર્થ પિતાના શિષ્યોને સમુદાય એમ કરવાનું છે, નહિ કે વાચનાદષ્ટિએ અભિન દ્વાદશાંગીની વાચના લેનારો વર્ગ. જે એ પ્રમાણે ગણુને અર્થ કરે યુક્તિયુક્ત ન હોય તે પછી અગ્યારમા ગણુધરે અનશન કરતી વેળા પિતાના શિષ્યોને દસમા ગણધરને સેપ્યા અને તેમણે અનશન કરતી વેળા એ શિષ્યોને તેમ જ પોતાના શિષ્યોને પણ શ્રીસુધર્મ સ્વામીને સંપ્યા અને એવી રીતે નવમા ગણધરે પણ એ કાર્ય ભળાવ્યું હશે. તેમના કોઈ પણ શિષ્ય પૂર્વધર બન્યા જ ન હોય એ માનવું સયુક્તિક જણાતું નથી, કારણ કે શ્રી મહાવીર સ્વામીના જીવન દરમ્યાન એમના પરિવારમાંથી ચાદપૂર્વધરની સંખ્યા ૫જજુસણુકપના ૧૩૭મા સૂત્રમાં ત્રણસોની બતાવાઇ છે અને એમાંથી અગ્યાર ગણધરે બાદ કરતાં ૨૮૯ જેટલી સંખ્યા બાકી રહે છે. ૧ સૂક્ષ્મ વિચાર કરવા માટે તે ગણધરોના ચાંદપૂર્વધર શિષ્યોને પણ વિચાર કરવો પડે. ૨ શ્રી ધર્મસ્વામીને જે જે ગણુ ભળાવાય તે તે ગણને તેમના ગુરુએ રચેલી જ દ્વાદશાંગી તેમને ભણાવવાની હેત તો આ સમયે તેમને એકંદર પાંચ દ્વાદશાંગી ભણાવવી પડત. ૩ આ અનિચ્છનીય પરિસ્થિતિ ગણાય, કેમકે સામાન્ય રીતે એમ મનાય છે કે અમુક અભ્યાસ પૂર્ણ કરાય તે દરમ્યાન શિક્ષક બદલાયા કરે અને અમુક અભ્યાસ માટે નિયત કરેલાં પાઠથપુસ્તક વારંવાર ફેરવાયાં કરે તે અભ્યાસ કરનારને અભ્યાસ કથળી જવા સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy