SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને માટે અશક્ય હતું. તેઓએ દલીલ કરી કે “અમે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ; ભાષા ઉપરનું પાંડિત્ય બતાવવા નહિ.” શ્રી યશોવિજયજી તેઓની મુશ્કેલી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે, આપણે શાસ્ત્રાર્થ કરીશું, પરંતુ મેં જે શરત મૂકી છે તે શરત મારે તો પાળવી જોઈશે. તમે બધા એમાંથી મુક્ત છો.' એ સાંભળી પંડિતોએ પોતાને માટે નિરાંત અનુભવી, પરંતુ શ્રી યશોવિજયજી એ શરત પાળી શકશે કે કેમ તે વિશે શંકાશીલ હતા. ત્યારપછી તેઓ એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા. શ્રી, યશોવિજયજી નીચેના હોઠે સિંદૂર લગાડી તેઓના પ્રશ્નોના જવાબ આપતા ગયા. પોતે સામેથી પંડિતોને પ્રશ્નો પણ પૂછતા ગયા. પંડિતો શાસ્ત્રચર્ચા કરતા હતા, પરંતુ તેઓનું ધ્યાન તો શ્રી યશોવિજયજીનો ઉપરનો હોઠ સિંદૂરવાળો થાય છે કે નહિ તે જોવા તરફ જ રહ્યા કર્યું. શ્રી યશોવિજયજીની વાણી અખ્ખલિત વહેતી હતી, છતાં તેમાં એક પણ ઓષ્ઠસ્થાની વ્યંજન આવતો નહોતો. આ જોઈ પંડિતો છક થઈ ગયા. શાસ્ત્રાર્થ કરવામાં પણ તેઓ બહુ ફાવી શક્યા નહિ. તેઓએ પોતાની હાર કબૂલ કરી. - શ્રી યશોવિજયજીએ તેમને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, “મહાનુભાવો ! હજુ પણ તમને જ્યારે પણ જૈન દર્શન, બૌદ્ધ દર્શન કે હિંદુ ષડ્રદર્શન વિશે કંઈ પણ પ્રશ્ન થાય તો જરૂર મારી પાસે આવજો; પરંતુ આ જુવાન નાના સાધુને વ્યાખ્યાનમાં સતાવવાનો પ્રયત્ન મહેરબાની કરીને કરશો નહિ.” ત્યાર પછી બધા પંડિતો પોતાની મર્યાદા સમજી ગયા અને સાનુકૂળ બની ગયા. શ્રી યશોવિજયજીની બહુશ્રુત તેજસ્વી પ્રતિભાનો એ પ્રતાપ હતો. શ્રી વિજયસિંહસૂરીશ્વરનો ઉપકાર બાળવયે દીક્ષા ગ્રહણ કરનાર તેજસ્વી બાલમુનિના સાહિત્ય સહિતના આધ્યાત્મિક જીવનઘડતરમાં શિષ્યવત્સલ વડીલ આચાર્યો અને અન્ય સાધુભગવંતોનો ઘણો મોટો ફાળો હોય છે. શ્રી યશોવિજયજીએ કિશોર અને યુવાનવયે ઘણી મોટી સિદ્ધિ મેળવી લીધી હતી. તેમાં તેમના ગુરુ શ્રી નવિજયજી તથા શ્રી જીતવિજયજી ઉપરાંત શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ (કાળધર્મ સં. ૧૭૦૯-અમદાવાદ)નો પણ ઘણો મોટો ઉપકાર હતો. વિદ્વાન કવિ શ્રી યશોવિજયજીને વિદ્વત્તાનો અહંકાર ન આવી જાય અને મેળવેલા જ્ઞાનની પરિણતિ આત્મિક દૃષ્ટિએ થાય એ માટે હિતશિક્ષા આપીને યોગ્ય દિશામાં એમને વાળનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ હતા. શ્રી યશોવિજયજી સાડા ત્રણસો ગાથાના વનમાં અંતે લખે છે : તસ પાટે વિજયદેવસૂરિ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટળી કુમતિ ચોરી. પોતાના ઉપર આવો આધ્યાત્મિક અનુગ્રહ કરનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના જીવન અને કાર્ય વિશે શ્રી યશોવિજયજીએ સંસ્કૃતમાં ‘વિજયોલ્લાસ' નામના મહાકાવ્યની રચના શરૂ કરી હતી, પણ તે બીજા સર્ગથી અધૂરી રહી હતી. ગૃહસ્થનો શાસરસ | સંવત ૧૭૨૨નું ચાતુર્માસ ઉપાધ્યાયજી મહારાજે સુરતમાં કર્યું હતું. એ ચાતુર્માસ દરમિયાન એમણે બે મહત્ત્વની સઝાયની રચના કરી છે : (૧) પ્રતિક્રમણ હેતુગર્ભિત સજઝાય અને (૨) અગિયાર 26 Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy