SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોગથી શ્રી યશોવિજયજીની ખ્યાતિ ચોમેર ઘણી વધી ગઈ હતી. એમની કવિત્વશક્તિ ઉત્તરોત્તર ખીલતી જતી હતી. એમનો શાસ્ત્રાભ્યાસ પણ વધતો જતો હતો. એમણે વીસ સ્થાનક તપની આરાધના પણ ચાલુ કરી હતી. જગદગુરુ શ્રી હીરવિજયસરિના સમુદાયમાં ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસરિને અમદાવાદના શ્રેષ્ઠી ધનજી સૂરાએ અને શ્રી સંઘે વિનંતી કરી હતી કે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે. પરંતુ વિજયદેવસૂરિ થોડા સમયમાં કાળધર્મ પામ્યા અને ગચ્છનો ભાર શ્રી વિજયપ્રભસૂરિને માથે આવ્યો હતો. ત્યાર પછી સંઘની આગ્રહભરી વિનંતીને લક્ષમાં લઈ તથા શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જોઈ શ્રી વિજયપ્રભસૂરિએ ઉપાધ્યાયની પદવી શ્રી યશોવિજયજીને આપવાનું જાહેર કર્યું. તે પ્રમાણે વિ.સં. ૧૭૧૮માં શ્રી યશોવિજયજીને મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ દિવસોમાં આચાર્યની પદવી તો જવલ્લે જ અપાતી. ઉપાધ્યાયની પદવી અપાય તે પણ ઘણી મોટી વાત હતી. પરંતુ આચાર્યના પદને પાત્ર, ભાવાચાર્ય એવા શ્રી યશોવિજયજીએ પોતાને મળેલી ઉપાધ્યાયની પદવીને એવી દીપાવી કે ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ એવી લોકોક્તિ થઈ ગઈ. ત્યારથી વર્તમાન સમય સુધી “ઉપાધ્યાય’ શબ્દ એમને માટે માત્ર પદવીરૂપ ન રહેતાં નામના પર્યાયરૂપ બની ગયો છે. આજે પણ ‘ઉપાધ્યાયજી મહારાજ એમ કહીએ તો તે શ્રી યશોવિજયજીને માટે જ છે એમ પ્રચલિત બની ગયું છે. ખંભાતમાં પંડિતોનો પરાજય એક દંતકથા પ્રમાણે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી અપાઈ તે પછી તેઓ પોતાના ગુરુમહારાજ અને શિષ્યો સાથે ખંભાત પધાર્યા હતા. એ વખતે ખંભાતમાં કેટલાક હિન્દુ પંડિતોનું જોર બહુ હતું. ખંભાત આવીને થોડો વખત શ્રી યશોવિજયજી પોતાના લેખનમાં અને સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા હતા. એટલે વ્યાખ્યાન આપવાનું કામ બીજા એક યુવાન સાધુમહારાજને સોંપવામાં આવ્યું હતું. પેલા પંડિતો વ્યાખ્યાનમાં આવી વચ્ચે વચ્ચે ભાષા, વ્યાકરણ, સિદ્ધાંત વગેરે વિશે વિવાદ ઊભો કરી જોરશોરથી સાધુમહારાજને પ્રશ્નો કરતા અને વ્યાખ્યાનને ડહોળી નાખતા. આ વાત ઉપાધ્યાય મહારાજ પાસે આવી. એટલે બીજે દિવસે શ્રી યશોવિજયજી પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. તે વખતે તેમણે સંઘના એક આગેવાન પાસે એક વાટકીમાં પ્રવાહીસિંદુર તૈયાર કરીને મંગાવ્યું હતું. એમનું વ્યાખ્યાન શરૂ થયું. એટલે પંડિતોએ મોટે મોટેથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. ઉપાધ્યાયજી મહારાજે તેમને મૃદુસ્વરે કહ્યું, “મહાનુભાવો, તમારા પ્રશ્નોથી મને બહુ આનંદ થાય છે, પરંતુ તમે મારી પાસે આવીને બેસો તો પરસ્પર વ્યવસ્થિત રીતે સવાલ-જવાબ કરવાની અનુકૂળતા વધારે રહેશે. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સંતોષ થાય એ રીતે આપીશ.” એમની પ્રેમભરી વિનંતીથી પંડિતો પાસે આવીને બેઠા. પછી એમણે કહ્યું કે, “આપ બધા ભાષા અને વ્યાકરણના પંડિતો છો, તો આપણે પરસ્પર એક શરત કરીએ. આપણે દરેક પોતાના નીચલા હોઠ ઉપર સિંદૂર લગાડીએ. આપણે બધા પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠસ્થાની વ્યંજુન બોલ્યા વગર ચર્ચા કરીએ કે જેથી આપના પાંડિત્યનો ખ્યાલ શ્રોતાઓને પણ આવી શકે. જો કોઈપણ વ્યક્તિ બોલતી વખતે ઓષ્ઠસ્થાની વ્યંજન બોલશે તો એનો ઉપલો હોઠ નીચેના હોઠને અડવાથી સિંદૂરવાળો થઈ જશે. એટલે તે પરાજિત ગણાશે.” શ્રી યશોવિજયજીની આ શરતથી પંડિતો મૂંઝાઈ ગયા. ઓષ્ઠસ્થાની વ્યંજન વગર વાતચીત કરવાનું Jain Education Intemational 2010_05 25 For Privat For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy