SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૨ થયેલાં છે, તેવું આ સિદ્ધચક મહાયંત્ર અમને મોક્ષ ફળને આપનારૂં થાઓ. (સિદ્ધચક પૂજન વિધિઃ સિદ્ધચક્ર સ્તોત્ર શ્લેક ૮-૯). આ સિદ્ધચક એ કલ્પવૃક્ષ છે; કારણ કે તેની આરાધના કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. આ સિદ્ધચક ચિંતામણિ છે; કારણ કે સકલ ચિતિત વસ્તુઓને આપનાર બને છે. આ સિદ્ધચક્ર કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી છે, કારણ કે કલ્પનાતીત, વચનાતીત એવા આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને આ જન્મમાં જ અનુભવ, અને ભવાંતરમાં આત્માના પૂર્ણ શુદ્ધ ચિતન્યને પ્રગટ કરનાર બને છે. જેવી રીતે ચકવતી રાજા ચકરત્નના આધારે છ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે કરે છે, તે જ રીતે સિદ્ધચક્રનો આરાધક સિદ્ધચક ભગવાનના પ્રભાવથી ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. ચકવર્તી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે અને સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય મળે છે. यस्य प्रभावाद्विजयो जगत्यां सप्तांगराज्यं भूवि भूरिभाग्यम् । __ परत्र देवेन्द्रनरेन्द्रता स्यात् __ तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ॥ (સિદ્ધચક્ર પૂજન વિધિમંગલાચરણ) જેના મહાપ્રભાવ વડે વિશ્વમાં સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે, સાત અંગવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થાય છે, પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy