SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા ૭. આ સંસાર દુ:ખની પરંપરાવાળો છે. ૮. દુઃખથી આમૂલ-ચૂલ ભરેલ આ સંસારનો સમૂળ વિનાશ શુદ્ધ ધર્મથી થાય છે. ૯. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મ = મોહનીયના નાશ = ક્ષયોપશમથી થાય છે. ૧૦. તે મોહનીય = પાપનો ક્ષયોપશમ, તથાભવ્યત્વ = આપણી મોક્ષગમન યોગ્યતા સાથે નિયતિ, કાળ, કર્મના સામંજસ્ય = તરતમતાવાળા સુયોગના પરિપાકથી થાય છે. તથાભવ્યત્વ = વિશિષ્ટ યોગ્યતાનો પરિપાક મેળવવા ત્રણ ઉત્તમ સાધનો છે. - ચતુશરણ સ્વીકાર. - દુષ્કૃત ગહ. - સુકૃતોનું અનુમોદન. આ ત્રણથી આપણા પાપ કર્મ = મોહનો વિશિષ્ટ ક્ષયોપશમ થઈ તથાભવ્યત્વનું વિશિષ્ટ ઘડતર થાય છે જેના પરિણામે આજ્ઞાશુદ્ધ જ્ઞાની-નિશાવાળ ધર્મ સહજરૂપે પ્રાપ્ત થાય છે. જ્ઞાની નિશ્રાએ વિધિપૂર્વકનો આજ્ઞાશુદ્ધ ધર્મ આચરવાથી આપણા આત્મસ્વરૂપને આવનાર વિજાતીય તત્વ પાપકર્મ હઠવા માંડે છે. પરિણામે અંતરમાં એવી ચિંતનધારા પ્રગટે છે કે હું કોણ ? મારું સ્વરૂપ શું ? તેનો યથાર્થ અનુભવ કેમ નહીં? તે મેળવવાનાં સાધનો ક્યાં ? આ ૪ બાબતોના દોર પર વિવેકી મુમુક્ષુ આત્માની ચિંતનયાત્રા શરૂ થાય છે. અનંત જ્ઞાનાદિ ગુણમય હું, વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપી, સત્તાએ સિદ્ધ ભગવંતનો બરોબરિયો છતાં અત્યારે, મારા સ્વરૂપના વિસ્મરણથી વળગેલ કર્મનાં વળગણોથી મારું સ્વરૂપ વિભાવ – કષાયાદિરૂપે હાલ હું અનુભવી રહ્યો છું. પણ આ સ્વરૂપ મારું નથી. આ કર્મજન્ય મારું વિકૃત સ્વરૂપ છે ! આ વિકૃતિ જ્ઞાનીની આજ્ઞા = આશ્રવ અને સંવર સ્વીકારને ભૂલવાથી મારા અવળા પુરુષાર્થ = પુદ્ગલકેન્દ્રિય મન-વચન-કાયાનાં થી ઊભી થઈ છે. તો હવે સમજીને આજ્ઞાર્કે ની, આજ્ઞાશુદ્ધ મન-વચન અને કાયાનાં પ્રવર્તનોરૂપ સમ્યફ ચારિત્રનું વિધિગત, ગીતાર્થ જ્ઞાન એ પાલન કરી મારા સ્વરૂપનો આવિર્ભાવ-વિકૃતિ = વિજાતીય તત્વરૂપ કર્મના પુદ્ગલોને સમૂળ રૂપે હટાવી કરી લઉં, તેમાં જ મારું ખરેખર કલ્યાણ છે. એટલે જિનશાસનની રૂઢ મર્યાદા પ્રમાણે યશાશક પડાવશ્યકનું વિધિવત પાલન જ્ઞાનીની નિશ્રાએ કરવાની ખાસ જરૂર છે. તેનાથી અનાદિકાલીન કર્મસંયોગ પણ, જ્ઞાનીની આજ્ઞા મુજબ ગીતાર્થ જ્ઞાનીની નિશ્રાએ યથાવત્ વિરતિમાર્ગની આરાધના કરવાથી સમૂળ ક્ષીણ થઈ જાય. તે અંગે હવે ખરેખર ઉમંગ – ઉત્સાહભેર પ્રયત્ન કરવાની જરૂર છે. તમે ખરેખર પુણ્યશાળી છો કે આવા જિનશાસનને સમજણપૂર્વક ઓળખી રહ્યા છો. તો હવે તે વિરતિના પંથે આગળ ધપો એ શુભેચ્છા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy