SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ਚ ૯ લીંબડી ૧૬-૫-૮૫ આત્મશુદ્ધિના લક્ષ્યની જાગૃતિ ખરેખર આંતરિક ઉન્નતિનો પાયો છે. આત્મશુદ્ધિ એટલે આપણા ચૈતન્યના મૌલિક જ્ઞાનાદિ સ્વરૂપ આડે આવેલ કર્મોના આવરણને હઠાવી આપણા શુદ્ધ જ્ઞાનાદિ સ્વરૂપની અનુભૂતિ. આ જાતના લક્ષ્યની જાગૃતિ માટે જ્ઞાનીઓનાં નય-સાપેક્ષ વચનોના મર્મને સમજી આત્મસ્વરૂપની પિછાણ થવી જરૂરી છે. તે પિછાણ માટે ગુરુચરણોમાં બેસી અધિકાર પ્રમાણે જ્ઞાન, સ્વાધ્યાય, ધ્યાન, આદિના માધ્યમે જિનાજ્ઞા નિર્દિષ્ટ સ્વ-સ્વ-ગુણસ્થાનકોચિત, ષડાવશ્યકમય સામાચારીનું વ્યવસ્થિત પાલન જરૂરી છે. તે સાથે આત્માનું સ્વરૂપ-વિરૂપ, સ્વરૂપને વિકૃત કરનાર નિમિત્તો, સ્વરૂપ શુદ્ધિનાં કારણો, વિરૂપ-વિયોગનાં સાધનો વગેરે જરૂરી બાબતનો વિચાર પણ ખાસ જરૂરી છે. આ બધાના પાયામાં નીચેની બાબતો ખાસ જરૂરી છે. ૧. સંસાર એ આત્માનો રોગ છે. ૨. મોક્ષ એ આત્માનું આરોગ્ય છે. ૩. મોક્ષ પમાડનાર ધર્મ એ ઔષધ છે. ૪. ધર્મની ક્રિયાઓ એ પથ્ય છે. ૫. સંસારની ક્રિયાઓ એ અપથ્ય છે. ૩. સંસારનું સર્જન કર્મના અનાદિકાલીન સંયોગને આભારી છે. ૪. આ સંસાર દુ:ખરૂપ છે. ૫. આ સંસાર દુ:ખ સ્વરૂપ છે. ૬. આ સંસાર દુ:ખ ફળવાળો છે. Jain Education International R આ પાંચ બાબતોનાં રહસ્ય જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી સમજવાથી સ્વરૂપ-પ્રાપ્તિનો આંતરિક ઉમંગ જાગે છે. વળી તે સ્વરૂપ-પ્રાપ્તિ માટેના અંતરના ઉમંગને સફળ બનાવવા નીચેની દશ બાબતો (સાંકળના અંકોડાની જેમ જે પરસ્પર સાપેક્ષ છે.) ખાસ સમજવા જેવી છે. આ દશ બાબતોના પારમાર્થિક ચિંતન વિના આપણી સ્વરૂપ-પ્રાપ્તિની યાત્રા સફળતાના શિખરે પહોંચી ન શકે ! ૧. જીવ અનાદિનો છે. ૨. જીવનો સંસાર અનાદિનો છે. ૨૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy