SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ નવકારશ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા વિના તેને ક્ષીણ કરવાના પુરુષાર્થની ઉત્પત્તિ સંભવિત નથી – અંતરમાં તેવા અધ્યવસાયોનું બળ કેળવાય નહીં. તેથી આત્માની વર્તમાનકાલીન અશુદ્ધિ અને તેની જવાબદારીનો સ્પષ્ટ ખ્યાલ, દરેક મુમુક્ષ આત્માએ મેળવવો જરૂરી છે. નય સાપેક્ષ આ વિચારણાને પ્રાથમિક ભૂમિકાએ સુદઢ રીતે કેળવવાની ખાસ જરૂર છે. ST) પાલીતાણા ૯-૪-૮૫ વિચારોમાં નય સાપેક્ષ રીતે આત્માની વર્તમાનકાલીન કર્મજન્ય ઔદયિકભાવોની પરિણતિવાળી દશાનો સ્વીકાર થયા પછી પુરુષાર્થની સાચી દિશા જડે. હકીકતમાં આત્માની મૌલિક શુદ્ધ નિર્વિકલ્પક અવસ્થા કે જે ૭ મે ગુણઠાણે ચિંતવવાની – તેનો અનધિકારે ઉપયોગ, ચોથે આવ્યા પૂર્વે અગર ચોથાથી આગળ વધવાના પાયાના ઘડતરની પરિપકવતા થયા પૂર્વે કરવામાં આવે એટલે ગુરુતત્વની ઉપેક્ષા થાય. વર્તમાનકાળે તેવા સુયોગ્ય જ્ઞાની મહાપુરુષ કોઈ નથી એમ કહી “નાચવું નહીં અને આંગણું વાંકુંની જેમ, માત્ર દેવતત્વની વાત-સંપૂર્ણ સપુરુષનો યોગ ઝંખવાની વિકૃત વાત-મગજમાં ઊપજે. જે વર્તમાનકાળે ઔદયિકમાવજન્ય પરિણતિવાળા આત્માનું નયશુદ્ધ ભાન થાય તો તે કર્મના ઉદયને હટાવવા વ્રત, નિયમ, તપ, જપ, પચ્ચક્ખાણ આદિ વિરતિનું મહત્ત્વ સમજાય અને તે વિરતિના પાયાને મજબૂત રીતે પકડવા ગુરુતત્ત્વની નયસાપેક્ષ મહત્તા તરતમતાએ સમજાય. પૂર્ણપુરુષની કલ્પના-પ્રતીક્ષામાં, વર્તમાનકાળે ઔદયિકભાવને હઠાવવા ઉપયોગી વ્રત, નિયમાદિ માટેનો પુરુષાર્થ ખોરવાઈ જાય, તેથી આદર્શમાં ઉચ્ચ વાતોને સ્થાપવા છતાં, તે બધી શુદ્ધ પારમાર્થિક નયની વાતોને પરમ આદર્શરૂપે રાખી, વર્તમાનકાળે કરણીય બાબતોનું લક્ષ્ય, આત્માની વર્તમાનકાલીન બદ્ધ અવસ્થાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy