SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૨૫૯ લાલ પાલીતાણા ૩૦-૩-૮૫ ગયા પત્રમાં આત્માની વર્તમાનકાલીન કર્મબંધથી બંધાયાની દશાનું યથાર્થ ભાન જરૂરી છે એમ વિચારેલ. તેનો પરમાર્થ એ છે કે – અનાદિના સંસ્કારો, રાગાદિ દૂષણો અને કર્મનાં બીજકો, હકીકતમાં આત્માના સ્વરૂપના અજ્ઞાનથી, વિકૃત ભ્રમણાના આધારે લેપાયેલાં છે એ વાત નક્કી થયા વિના, તે કર્મનાં બંધનોને તોડવાનો ભગીરથ પુરુષાર્થ જામે નહીં. જે આ અંગે નિશ્ચયનયની વાસના અવળી રીતે ઘર કરી જાય કે કર્મને ને મારે લેવા દેવા શું ? એ તો જડ, હું શુદ્ધ ચેતન ! મને કર્મ શું કરી શકે ? હું તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા.. આદિ. તો આ વિચારણાથી કર્મબંધની જવાબદારીનો સ્વીકાર યથાર્થ ન થઈ શકવાથી, તે બંધનો હઠાવવા અંતરના ઉલ્લાસભર્યો પુરુષાર્થ પ્રગટે નહીં. ઔદયિકભાવની સારી-ખોટી અસરોથી આત્માના અધ્યવસાયો ન બગડે તે માટે હું જ્ઞાતા-દ્રષ્ટા અગર સાક્ષીભાવની વાત ઉપયોગી નીવડે – પણ જો ક્ષાયોપશમિક ભાવ મેળવવા માટે, ઘાતકર્મના ઉદયમાં પણ જ્ઞાતા-દ્રષ્ટાનો કે સાક્ષીત્વનો ભાવ કેળવાય તો, ક્ષયોપશમને અનુરૂપ યોગ્ય અધ્યવસાયોનું બળ કહેવાય નહીં. તેથી આંતરિક શુદ્ધિનો આધાર ઘાતી અને તેમાં પણ મુખ્યતા મોહનીયની, તેને હઠાવવા આત્મામાં પ્રબળ પુરુષાર્થ કયારે જાગે ? જ્યારે કે અંતરના અધ્યવસાયોમાં એ વાત દઢપણે સ્થિર થાય કે આ કર્મના પુગલોને લેનાર હું છું. આનો હું કર્તા છું. ભલે તે કર્તત્વ વિભાવદશાનું હોઈ ભૂલવાનું છે. પણ હાલના તબફકે, તેને ક્ષીણ કરવાના પુરુષાર્થની કેળવણી યોગ્ય રીતે ન થઈ હોય ત્યાં સુધી, તે કર્તુત્વ માનવું જરૂરી. ત્યાં જે એ વિચાર વિકૃત રીતે રજૂ થઈ જાય કે – “નાદં પુતિમાનાં વાચિત ન જ' એટલે આત્મા તો આત્મિક પરિણમનનો કર્યા. બાકી આ બધા જડ-પુગલનો હું કર્તા નહીંહું માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સાક્ષીરૂપ. તો શું થાય? તે મોહનીયકર્મ ઘટવાના બદલે ઊલટું વધે. માટે આરાધક આત્માએ, આત્માની ઓળખાણના પાયામાં સૌ પ્રથમ વર્તમાનકાળે અશુદ્ધ કક્ષાએ રહેલ આત્મા=અશુદ્ધ આત્માને ઓળખવાની જરૂર છે. સાથે જ આત્માની અશુદ્ધિનો જવાબદાર હું પોતે જ છું. ભલે અજ્ઞાનદશાથી પણ પુદ્ગલના રાગમાં લપાઈને મેં જ આ પુદ્ગલોને આમંચ્યા છે. એમ કતૃત્વ (પુદગલોનું સ્વીકારવું જ રહ્યું. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy