SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૨૫૭ નથી. પણ આત્માના સ્વરૂપને ઓળખવામાં વચ્ચે નડતરરૂપ પુદ્ગલ પ્રેમ અને મોહમાંથી ઊપજતી અનેક આસક્તિ વગેરે તત્ત્વોને હઠાવવા, વિશિષ્ટ પુરુષાર્થસમી પડાવશ્યકના પરિપાલનરૂપ આદર્શ ધર્મક્રિયાઓ, જ્ઞાની ગુરુની નિશ્રામાં વિધિપૂર્વક આસેવનની ખાસ જરૂર છે. તેનાથી આત્મા પરના મોહનાં આવરણો, જે ભૂતકાલીન અવળા પુરુષાર્થરૂપ ક્રિયાથી વળગ્યાં છે, તે બધાં આશાની વફાદારી સાથે કરાતી પડાવશ્યકની ક્રિયાઓથી, અળગાં થાય છે. - કિયાથી આવેલાં ક ક્રિયાથી જ અળગાં થઈ શકે. જ્ઞાન તો માત્ર તેમાં ઝડપ અને ચોકસાઈ લાવી શકે. જેમ તલવાર-ચાકુ-છરી- લોખંડની હોય અને તે અણવપરાશથી કટાઈ ગઈ હોય તેને સરાણ પર ચઢાવી તેજ કરી શકાય. તેમ જ્ઞાન એ સરાણ છે. ક્રિયા એ તલવાર છે. માટે ક્રિયાની ઉપેક્ષા કે બેદરકારીથી ગમે તેટલું શબ્દજ્ઞાન મેળવાય, પણ આત્મજ્ઞાનની ભૂમિકા પણ ન મળી શકે. તેથી તમો વિવેકી પુણ્યવાન છો કે આત્માની જિજ્ઞાસા તમારામાં ઊપજી છે. તેને તમો ક્રિયાયોગના માધ્યમથી તૃપ્ત કરો એ ઈચ્છવા જોગ છે. વધુ હવે પછી. ) પાલીતાણા ૨૬-૩-૮૫ આત્મશુદ્ધિની ઝંખના કો'ક પુણ્યશાળીને જ જન્મે છે. તેમાં પણ આત્મશુદ્ધિનાં યથાર્થ સાધનોની પ્રાપ્તિ, સદ્ગુરુનિશ્રાયે તો વિરલા પુણ્યવાનને જ સાંપડે. ખરેખર આત્મશુદ્ધિના લક્ષ્યની અને તદનુરૂપ વિશિષ્ટ સાધનોની સફળ પ્રાપ્તિ, ઉદાત્ત પુણ્યાઈ સૂચવે છે. પણ તેમાં ક્ષાયોપથમિક ભાવ એટલે મોહના ક્ષયોપશમની વિશિષ્ટ કેળવણી ભળે તો તે પુણ્યાઈ, આપણને ભવભ્રમણથી બચવામાં સહયોગી બની શકે. પ્રબળ પુણ્યના ઉદયે, શ્રાવકકુળની સફળતારૂપે આત્માને શુદ્ધ કરવાની તમન્ના સાથે, તદનુકૂળ જિનશાસનની સફળપણે આરાધના કરી શકવાના વિશિષ્ટ સાધન મળે છે. આત્માને નિર્મળ બનાવ્યાની વાતની સફળતાનો આધાર આત્માના સ્વરૂપની નયસાપેક્ષ જાણકારી પર છે અને તે ખાસ જરૂરી છે. તો આત્માને ૭ નયથી વ્યવસ્થિતપણે ઓળખવાની જરૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy