SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૫ 1. ૨૫૧ વિકારોને ઊપજાવનાર તત્ત્વ ક્ષીણ થવાથી આત્મા ધીરે ધીરે વિશુદ્ધ થતો જાય છે. બીજી વાત આપણા આત્મામાં અનાદિકાળથી રહેલી કર્મ બાંધવાની યોગ્યતા = સહજમલની સક્રિયતાથી આપણને કર્મ - તેનાં સાધનો અને તેના વિપાકો તરફ જ રાગવૃત્તિ કેળવાય, પણ કર્મનિર્જરા કે તેનાં સાધનો પ્રતિ રાગ ન જ કેળવાય, એટલું જ નહીં કયારેક સહજમલની તીવ્રતાએ તેને કર્મનિર્જરાના સાધનો પ્રતિ માત્સર્ય – દ્વેષ – અપ્રીતિ – અરુચિનો ભાવ ખૂબ ગાઢ પણ થઈ જાય. એટલે કર્મનિર્જરાના સંપૂર્ણ ફળરૂપ મુક્તિ = મોક્ષ કે તેના સાધનરૂપ દેવ, ગુરુ અને ધર્મની પ્રવૃત્તિ તરફ પણ અરુચિ રહે. એટલે માત્ર સંસારના રાગથી દુનિયામાં સુખી થવા માટે ધર્મની ક્રિયાઓ પુણ્ય બાંધવાના દષ્ટિકોણથી થાય. પણ ખરેખર ધર્મ ન ગણાય એ એક જાતનો સોદો – વેપાર – સદ્દો ગણાય. એટલે જીવનશુદ્ધિ માટે જરૂરી ચાર સાધનોમાં સૌથી વધુ મહત્ત્વ દેવ = વીતરાગપ્રભુની ગુણાનુરાગભરી દષ્ટિમાંથી ઊપજેલ આંતરિક આદર – બહુમાન સાથે કરાતા દર્શન – પૂજા – વંદનને જ્ઞાનીઓએ મહત્ત્વ આપ્યું છે. કેમ કે આનાથી આપણામાં ઊંડે ઊંડ ઘર કરેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતામાંથી ઊપજતા કર્મ – તેનાં સાધનો – વિપાકોના રાગથી મુકિત – કે તે સાધનો પ્રતિ જે દ્વેષભાવ કેળવાય છે તેમાં ખૂબ જ ઘટાડો થાય. માટે વિવેકપૂર્વક વિતરાગપ્રભુના દર્શન - વંદન – પૂજનાદિ તેઓના અદભુત ગુણોના વિશિષ્ટ સ્મરણ - ચિંતનાદિ સાથે કરવાનો પ્રયત્ન જરૂર કરવો ઘટે. આ માટે ગયા પત્રમાં સૂચવેલ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના પાલનની તમારી જે આદર્શ પદ્ધતિ છે, તેમાં ભાવસ્તવ -ચૈત્યવંદન – સ્તવન (પસંદ કરેલાં - તમારા નહીં મારી પાસે સર્ટિફાઈડ કરાવેલા) બોલો, તેના અર્થ-ચિંતનમાં જરા ઊંડા ઊતરો તે ખાસ જરૂરી છે. તમારા જીવનમાં મોહભાવના સંસ્કારો હજી ઘટાડવાની ખાસ જરૂર છે. તે માટે ઉપર બતાવેલ રીતે દેવ - વીતરાગની ગુણાનુરાગભરી વંદના - સ્તવના – પૂજાની ખાસ જરૂર છે. પણ તેમાં માર્ગદર્શનથી આગળ આપમતિએ ન જશો. આગળ શુષ્ક અધ્યાત્મની ખાઈમોટી છે. તે માટે સાવચેત રહેવાની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy