SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ פ ૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૦-૧૦-૮૩ વિ સાધના માર્ગે વિક્ષેપો આપણી શ્રદ્ધા-ભકિતની માપણી માટે ખાસ જરૂરી છે. આપણી શ્રદ્ધા-ભકિતમાં મજબૂતાઈ છે કે નહીં ? તેની પારખ વિક્ષેપોમાં આપણી શરણાગતિ કેટલી રહે છે તે પરથી થાય. દુન્યવી પરિસ્થિતિના વાતાવરણ કરતાં આંતરિક વાતાવરણની નિર્મળતા વિક્ષેપોની ગડમથલ છતાં ટકી રહેલી શરણાગતિથી કેળવાય છે. ગુરુકૃપા અને પરમેષ્ઠીઓના અનુગ્રહ વિના વિક્ષેપોના ઘસારામાં આપણે ટકી ન શકીએ. કોઈ પણ સાધક વિક્ષેપો વિના સાધના-પંથે વિકાસ કરી શકતો નથી. એનું કારણ એ છે કે સાધના આપણને આત્મા અને તેના ઊંડાણ તરફ લઈ જાય ત્યારે આપણી આસપાસ રહેલ કર્મના વાતાવરણનું કવચ – આત્મશકિતના પ્રેરકબળ વિના તૂટવા કે વીખરાવા માંડે તેથી આપણી જ ચેતનાશકિતના ભૂતકાલીન વિકૃત ઉપયોગના આધારે જન્મેલી પરિસ્થિતિઓ સક્રિય બને એ સહજ છે. Jain Education International R અંતર તરફ વળેલી આપણી શક્તિઓના પ્રવાહની સક્રિયતા અટકાવવા આ એક ભેદી રમત છે. એને ઓળખી આપણી શક્તિઓના અંતર તરફી વલણને અટકવા ન દેવું એ આપણું પ્રધાન કર્તવ્ય છે. એવા પ્રસંગે વૃત્તિઓના ઉશ્કેરાટ કે માનસિક આંદોલનના રવાડે ચઢી જઈએ તો આપણી અંતરની શકિતનું અંતર્મુખી વલણ અટકી જાય અને બાહ્ય પરિસ્થિતિ સાથે ઝઝૂમવાના નિરર્થક પ્રયત્નમાં આપણે અટવાઈ જઈએ. તેથી આવે વખતે ગુરુકૃપાને ભરોંસે શરણાગતિના માધ્યમને પ્રબળ બનાવી પરમેષ્ઠીઓની શકિતના પ્રવાહને વધુ વ્યવસ્થિત રીતે આપણા તરફ સક્રિય બનાવવા વર્ણયોગની ઉદાત્ત પ્રક્રિયા સાથે ઉપાંશુ કે ભાષ્ય જાપ ખૂબ જ ઉપયોગી થઈ પડે. તેનાથી ઉદ્દયાગત અશુભ કર્મોના ઇશારે ઊભા થયેલા વિક્ષેપો નિષ્ક્રિય બની રહે. અંતરમાં આપણને પરમેષ્ઠીઓના અનુગ્રહનો માર્મિક અનુભવ થાય. એટલા માટે કો'ક ઉચ્ચકોટિના સાધકે અનુભવવાણી ઉચ્ચારી છે કે, “નીવંતુ મે ત્રાળા: સહેવા મારા દુશ્મનો સદા કાળ જીવતા રહો જેથી મારી સાધનાપદ્ધતિમાં વારંવાર મને સાવચેત થવાની તક મળે. અગર તેમના નિમિત્તે વારંવાર શરણાગતિભાવ કેળવી પરમેષ્ઠીઓના અનુગ્રહનું ભાજન હું બની શકું – વિચારોની ભૂમિકાએ આ વાતની સમજણ કરતાં આચારમાં આ વાત ગોઠવવાની ખાસ જરૂર છે. આમાંથી જ જીવનશકિતઓનું વિશિષ્ટ ઘડતર થાય છે. વહેતા નદીના પ્રવાહમાં જેમ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy