SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા STT ૯૯ જૈન આગમમંદિર, પાલીતાણા ૨૭-૭-૮૪ વિ પરમારાધ્ય થી નમસ્કાર મહામંત્રનું આરાધન એટલે મોહ-માયા અને મિથ્યાત્વના સંસ્કારોથી દોરવાઈને પુગલ-રાગની દિશામાં વાળેલ આત્મશક્તિને પોતાના કેંદ્ર તરફ વાળવાનો સત પ્રયત્ન! આપણે અનાદિ કાળથી ભૌતિકવાદના રવાડે ચઢી આપણી અંતરની અને બાહ્ય શક્તિઓને કેંદ્રગામી બનાવવાના બદલે પુદ્ગલના આકર્ષણથી આપણા ચૈતન્યમય સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં જડભાવ તરફ વહેવડાવવાની અક્ષમ્ય ભૂલ કરતા આવ્યા છીએ. શ્રી નવકાર આપણને પંચપરમેષ્ઠીઓનું આદર્શ વિશુદ્ધ સ્વરૂપ અને તેમના પ્રતિ આંતરિક ઝુકાવરૂપ – ભાવ નમસ્કારની જીવન વ્યાપી અસરનું ભાન કરાવે છે. આ ભાન થતાં જ આપણી વૃત્તિઓની ગુલામીમાંથી જન્મતા બહિર્ભાવના ચોકઠામાં ગોંધાઈ રહેલ આત્મશકિતને વિકસિત કરવાની ભૂમિકાનું મહત્વ સમજાય છે. આના પરિણામે તીવ્ર - વાસના અને ઉગ્ર - કષાયની ભૂમિકાએ પણ આપણે આપણી જાતને કર્તવ્ય – નિષ્ઠ બનવા તરફના વલણને અપનાવી શકીએ છીએ. સરવાળે વિકારી - વાસનાઓના પાયા હચમચી ઊઠે છે. એટલે અંતરના શ્રી નવકારના ગુંજનમાંથી ઊપજતી વિરાટ – શકિતનો ઉદ્ગમ પણ અનુભવાય છે. નાની વયથી જુવાનીના તોફાની વાવંટોળની ભૂમિકાએ શ્રી નવકારની બ્રેક લાગી હોવાનો અનુભવ કરી શકાય પણ શ્રી નવકારના સાહિત્યનું વાંચન અને સાત્વિક આહારચર્યાની થોડી ખામી અંતરથી આ ભૂમિકાની પ્રતીતિ થવા દેતી નથી. પણ દેવગુરુકૃપાએ તમારામાં થઈ રહેલ ફેરફારો મારી જાણ બહાર નથી. શ્રી નવકારના T.V. મારફત તમારા પંથે લીલી, લાલ, પીળી, ગુલાબી અને સફેદ જ્યોતથી તમારા અંતરંગ જીવનને યથાર્થ રીતે પારખી શકું છું. તમારામાં ઓછો-વધતો સમર્પણભાવ છે એટલે લાઈટો જલદી થાય છે પણ હાલમાં તમે એવી ભૂમિકાએ છો કે તમે જરા વધુ વ્યવસ્થિત પુરુષાર્થ જાપ અને સાત્વિક ચર્યા અંગે કરો તો આંતરિક જીવનમાં દિવ્ય આનંદનો ચમકારો થયા વિના ન રહે. પુણ્યવાનો! વ્યાવહારિક પુરુષાર્થની અટવામણીમાં દિવ્ય આનંદની તકને જતી ન કરો એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy