SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા ૧૯૭ જોડાયા વિના જનરેટરની વિરાટ શક્તિનો અનુભવ નાનકડા વીજળીના બલ્બકે સીલીંગ ફેનમાં થાય શી રીતે? આપણે સિદ્ધ ભગવંત જેવા વિરાટ અનંત શકિતના સ્વામી છતાં ઘણા વખતથી આપણું વાયરીંગ બગડી ગયું, મીસયુઝ થઈ પાવરલેસ થયું, તેના રિપેરીંગ માટે સ્વાધ્યાય, સાત્વિક જીવન, નિર્મળ ચર્યા આદિ અનુષ્ઠાન કરવાની ખૂબ જરૂર છે. તે બધા સાથે પંચપરમેષ્ઠીઓની આજ્ઞા = આપણા જીવનને વિકારો - વિલાસી જીવનની દિશામાંથી પાછું ફેરવી શુદ્ધિના લક્ષ્ય તરફ વાળવું છે એ રીતે – અંતરથી સ્વીકાર કરી તદનુરૂપ યથાયોગ્ય પ્રવૃત્તિ કરી પ્લગના જોડાણની ખાસ આવશ્યકતા છે. - તમારામાં વાયરીંગ સુધરવા માંડ્યું છે, પ્લગ પણ જોડાય છે પણ લોડ-સંસારની મોહમાયાનો વધવાથી અવળા ખેંચાણથી નીકળી જાય છે. પુણ્યવાનો! જરા સાવધ થઈ બીજા નવ જુવાનોને જે આદર્શ રાજમાર્ગ જડ્યો નથી કે સમજાયો પણ નથી તે માર્ગની કેડીઓ પર તમે ચઢી ગયા. હવે રાજમાર્ગ તમારા હાથવેંતમાં છે. જરા જાગૃતિ, નિષ્ઠા અને અંતરના ઉલ્લાસનો સુમેળ થઈ જાય તો અંતરના બધાં વિકૃત તત્ત્વો ખંખેરી તમે આજના કાળે મહા-પુરુષાર્થ કરી જગતને ભવ્ય આદર્શ પૂરો પાડી શકો એવી સુંદર તકની નજીક છો. પ્રમાદ, આળસ, ઉપેક્ષા સંસારી પ્રવૃત્તિઓનું ખેંચાણ આ બધાને જરા હળવા કરી નિયત સમયે જાપ – સ્વાધ્યાય અને ઉદાત્ત માર્ગ તરફ લક્ષ્યવાળા બનો તો સફળતા વરમાળા લઈને તમારી સામે ઊભી જ છે, એ ચોકકસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy