SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા פל ૯૭ - જૈન આગમમંદિર, પાલીતાણા આરાધનાના પંથે સાત્ત્વિક આહાર અને સાત્ત્વિક ચર્યાની ખાસ જરૂર છે. આહાર એ માનસિક વિચારોનું બંધારણ ઘડવામાં ઉપયોગી સાધન છે. આહાર બાબત વિવેક ન રાખવાથી મન મરજી પ્રમાણે સ્વચ્છંદ રીતે યથેચ્છ જીભના કહ્યા પ્રમાણે લેવાતા આહારથી આરોગ્ય બગડે છે અને સરવાળે આરાધનાનો ઉલ્લાસ મંદ પડી જાય છે. 元 ૧૯૪ - આહાર બાબત ચોકકસાઈ ન રાખવાથી જે તે ક્ષુદ્ર દોષયુકત કે તામસિક (વધુ હિંસાથી બનેલ, ખટાશ, તેલ, મરચું જેમાં વધારે તથા કહોવાઈને, બફાઈને બનેલ) આહાર આપણને વિચારોના સ્તરની ૦ ડિગ્રીથી નીચે ઉતારી દે છે. Jain Education International ૧૭-૭-૮૪ તેથી બજારૂ, અભક્ષ્ય, વાસી, ઉત્તેજક બહુ ભારે ચટકા-મટકાવાળા તીખા – તમતમતા પદાર્થોનો ઓછો કે સદંતર ત્યાગ એ સાત્ત્વિક આહાર ગણાય. આ રીતે સાત્ત્વિક ચર્યાં એટલે આખા દિવસની રહેણીકરણીમાં બીજાને તકલીફ પહોંચાડનારી સ્વાર્થવૃત્તિ – પ્રધાન પ્રવૃત્તિ અને લકઝરી ટાઈપનું હરવું ફરવું,ભાઈબંધો સાથે જરૂર કરતાં વધુ ટોળ-ટપ્પા - ઠઠ્ઠા-મશ્કરી - વધુ પડતાં મનોરંજનનો આગ્રહ આદિ બાબતોનો ત્યાગ. સાત્ત્વિક આહાર સાત્ત્વિક દિનચર્યા આ બંને તત્ત્વો આરાધનાના મુખ્ય તત્ત્વરૂપ છે. આની સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, નિયમિત જાપ, અને ધાર્મિક વાંચનઃઆ ત્રણ સાધનોની પણ ખાસ જરૂર છે. For Private & Personal Use Only – આ ઉપરાંત પ્રથમ જણાવેલ સામાયિક આદિ આવશ્યકોનું યથાશકય પાલન પણ આત્મશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. આંતરિક વિચારોની શુદ્ધિનો આધાર બાહ્ય ચર્યની શુદ્ધિ પર વધુ અવલંબિત છે. તેથી બાહ્યચર્યની શુદ્ધિ માટે ઉપર જણાવેલ બંને તત્ત્વો, ત્રણ સાધનો અને છ આવશ્યકોના યથાયોગ્ય પાલનની ખાસ જરૂર છે. તમો વિવેકની પરાકાષ્ઠાએ ઉચ્ચ આદર્શોને લક્ષ્યગત રાખી જીવન શુદ્ધિના રાહે ચાલવાનો નિર્ણય કરો એટલી જ વાર છે, તે નિર્ણયની સાથે આપણા અંતરમાં રહેલ રાગાદિ મલિન તત્ત્વોને હઠાવવા અંતરંગ ભવ્ય પુરુષાર્થ પ્રગટાવવા શ્રી નવકાર યોગ્ય પીઠબળ આપવા તૈયાર જ ઊભો છે. www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy