SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા જૈન આગમમંદિર, પાલીતાણા ૨૦-૬-૮૪ શ્રી નવકાર મહામંત્રના જાપ વખતે અંતરમાં એવો ભાવ કેળવવો ઘટે કે આપણી શ્રદ્ધા – ભકિતના માધ્યમે શ્રી નવકારના એકેક સ્ફટિક તુલ્ય શ્વેત વર્ણવાળા અક્ષરમાંથી દિવ્ય તેજ દેખાઈ રહ્યું છે તે મારી આંખોના માધ્યમથી તેમજ જપના માધ્યમથી મારા શરીરમાં પ્રવેશી રહ્યું છે. તેમાં આંખોના માધ્યમથી તે દિવ્યતેજ મગજમાં ફેલાઈ ખૂણે-ખાંચરે રહેલ વાસના-વિકારી ભાવો રૂપ કચરાને સાફ કરે છે. તેમજ જપના માધ્યમથી હાર્ટમાં તે દિવ્ય તેજ ફેલાઈ હાર્ટમાં આવતા લોહીના કચરાના માધ્યમે ભાવ કચરો મિથ્યાત્વ, અજ્ઞાન આદિને હઠાવી શુદ્ધ થયેલ લોહીના માધ્યમે આખા શરીરમાં તે શુદ્ધ, શુભ્ર શ્વેત શ્રી નવકારનું તેજ ફેલાઈ આખા શરીરમાં વ્યાપી આત્મપ્રદેશો પરના કર્મના કચરાને - મોહના સંસ્કારોને હટાવી આખા આત્મામાં વિશુદ્ધિનું તત્ત્વ ફેલાવી રહ્યા છે. આવી ધારણા કરવાથી આપણી ચેતનામાં ખૂબ ઉત્સાહ-સ્કૂર્તિ ફેલાય છે. વળી આ અક્ષરોમાં એવી દિવ્ય શકિત છે કે જેના આધારે આપણામાં રહેલ વિકારીભાવો વાસનાનું ગમે તેવું પ્રબળતત્ત્વ પણ હઠવા માંડે. આ શાશ્વત મંત્રાધિરાજ શ્રી નવકારના અક્ષરોમાં એવી શકિત છે કે જેથી આપણા આત્માના વિકાસને અવરોધક વાસનાના ઝેરી તત્વને મૂલમાંથી હઠાવી દે છે. જેમ કે સાપ-વીંછીના ઝેરના પરમાણુઓ લોહીમાં ભળ્યા પછી મંત્રવાદી અર્થના જ્ઞાન વિના માત્ર અમુક રીતે ગોઠવેલા મંત્રાક્ષરોના વ્યવસ્થિત ઉચ્ચારણથી ઝેરના પરમાણુઓને લોહીમાંથી શબ્દશકિતના આધારે હડસેલી રોગીને ઝેરમુકત કરે છે. શબ્દશકિતનો અજબ પ્રભાવ છે. શબ્દ એ પણ પુદ્ગલ છે, પુદ્ગલથી પુદ્ગલને હડસેલી શકાય છે. જેમ કચરો પુદ્ગલ છે તેને ઝાડૂ - સંજવારી રૂપ પુદ્ગલથી દૂર કરાય છે તેમ આત્મા પર લાગેલ અશુભ કર્મના કચરાને શ્રી નવકારના વિધિપૂર્વક જાપની મર્યાદાથી ઉચ્ચારાતા વર્ણો દૂર કરી શકે છે. આપણા જીવનમાં ગમે તેવી ભયંકર બીમારી કે મહાવિષમ ઉપદ્રવ આવે તો પણ શ્રી નવકારના વર્ણોનો વ્યવસ્થિત જાપ શ્રદ્ધા-ભકિતના સુમેળપૂર્વક કરવામાં આવે તો ક્ષણવારમાં બધું અદશ્ય થઈ જાય છે. આ અંગે મારા જીવનનો પ્રત્યક્ષ દાખલો છે. વાત છે આજથી ૨૯ વર્ષ પૂર્વે ૨૦૧૧ની ૫૦ ગૂરૂદેવ શ્રી સાથે અયોધ્યાથી લખનૌ તરફ વિહારની આ ઘટના છે. સાંજે અયોધ્યાથી રેલવેલાઈનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy