SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા ૧૭૫ સંસ્કારોની નિષ્ક્રિયતા અનુભવાય છે. સંસ્કારોની નિષ્ક્રિયતા એટલે ખરાબ વાતાવરણ, અશુભ નિમિત્તો મળવા છતાં આપણે વિકારી વાસનાઓ કે રાગ-દ્વેષના વમળમાં ન ફસાઈએ. આપણા સાધનામાર્ગની આ પારાશીશી છે. અગર સાધના માર્ગનો માઈલ - સ્ટોન છે. આનાથી આપણો આરાધનાના પંથે કેટલો વિકાસ થયો એ સમજાય છે. ભાગ્યશાળીઓ! નાની બાળવયમાં મહાશકિતશાળી – પતિતપાવન – વિરાટ શકિતશાળી – રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્રની નજીકથી ઓળખાણ મેળવી શકો છો. એટલે તો માત્ર જાપના માધ્યમથી આરાધનાના મુખ્ય માર્ગ પર સાધક તરીકે ધપી રહ્યા છો તેમાં તમને કેટલા સફળ થયા છો તે તમારે ઉપરની પારાશીશીથી અંતરને તપાસવાની જરૂર છે. હજી જાપમાં મન નથી લાગતું, મુડ નથી. આ ફરિયાદ ઓછી - વધતી છે. તેના કારણમાં સ્થાન - સમયની નિયતતા અને વર્ણયોગના આલંબનની પકકડ થોડી ઢીલી થાય છે, એમ લાગે છે. મારા સ્વાનુભવથી મનની ચંચળતાની – મુડની ખામીની વાતો કરો તે હકીકતમાં જેટલો ગોળ-ખાંડ નાંખો એટલું ગળપણ અનુભવાય તેમ જેટલી સ્થાન-સમય-સંખ્યાની નિયતતા અને વર્ણયોગનું દઢ આલંબન તેટલી જાપમાં સ્થિરતા વધુ. આ મારા અનુભવની હકીકત છે. માટે તમો પુણ્યવાનો સંસારની ઉપાધિઓની લમણાઝીંકમાં પરોવાઈને થાકેલા તન-મન પાસે શ્રી નવકારનો જાપ કરાવો, એ પણ સ્થાન - સમય - સંખ્યાની નિયતતા અને વર્ણયોગની દઢ પકકડની ખામીના કારણે આંતરિક આનંદની ખામી રહે એ બનવા જોગ છે. તેથી તમો સમજુ છે, વિવેકી છે, જરા પ્રમાદ-લક્યહીનતાને ખંખેરી શ્રી નવકારને સમર્પિત બની સ્થાન - સમય - સંખ્યાની નિયતતા અને વર્ણયોગની પકકડ જમાવી જાપ માર્ગે આગળ ઘપો. માત્ર ત્રણ કે સાત અઠવાડિયામાં જ દિવ્ય આનંદની ઝાંખી અનુભવી શકશો. આની સાથે સહયોગી કારણ તરીકે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, અભણ્યનો ત્યાગ, રાત્રીભોજનનો ત્યાગ, ભાઈબંધો સાથે લકઝરી વ્યવહાર પ્રતિબંધ આદિ બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી છે. તમારા બાલ્ય જીવનમાં જાણ્યે-અજાણ્યે અમુક સંસ્કારોની વિષમ છાયા પડી છે. તેની અસર ભૂંસવા માટે શ્રી નવકારની આરાધના સાથે વીતરાગ ભકિત – સામાયિક – શ્રાવકના પાયાના નિયમોનું પાલન આ ત્રણ બાબતો ખાસ જરૂરી છે. નાનપણથી એવા વાતાવરણમાંથી પસાર થયા છો કે – સંસારની માયાનાં વળગણ બહુ વહેલાં તમે સ્વીકારી લીધાં છે. સંસારમાં કરવું પડે પણ આંતરિક જાગૃતિ મેળવ્યા પછી સમર્પણ ભાવની કેળવણી થાય પછી અંતરને હળવું રાખી શ્રી નવકારને આગળ રાખી સંસારની પ્રવૃત્તિઓમાં જોડાવું વધુ શ્રેયસ્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy