SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૧૧૩ ૭પ શંખલપુર ૨૯-૧૨-૮૩ બાવનમાં દીક્ષા પર્યાયના છેલ્લા દિવસે વિ. તમો આરાધનાના પંથે અંતરના ઉમંગપૂર્વક વધતા રહો એ મારી દીક્ષા પર્યાયના બાવનમા વર્ષના છેલ્લા અંતરના આશીર્વાદ છે. તમો આંતરિક વાસ્તવિક શાંતિને રાજરાજેશ્વર, વિરાટ – શકિતશાળી શ્રી નમસ્કાર મહામંત્રના જાપના માધ્યમથી અંતરંગ આરાધનાના બળે મેળવી શકો તેવો રાજમાર્ગ પૂર્વના પુણ્યના પ્રબળ ઉદયે તમોને નાની વયમાં યુવાનીના ઉબરે પગ મૂકતાં જ મળી ગયો છે. તમો તે માર્ગે વ્યવસ્થિતપણે પગલાં ભરી તમારી આંતરિક ખોરવાઈ ગયેલ શકિતઓની ધારા પાવરફૂલ સઘળી શકિતઓને પુંજ સમા શ્રી નવકારના જનરેટર સાથે તમારી માનસિક વૃત્તિઓના સંબંધ દ્વારા અંતરંગ સેલના થરો ઉખેડવાના કામે લાગી જાવ એ અંતરની શુભ કામના!! વળી માની એક ચીજ ધ્યાનમાં લેવા જેવી છે કે શરીરનું બંધારણ સમઘાતપણે રહેલ વાત, પિત્ત અને કફના આધારે ટકેલું છે, જ્યારે ખાન-પાન-આહાર-વિહાર કે જીવનચર્યામાં અવ્યવસ્થા ઊભી થાય એટલે વાત, પિત્ત, કફ ત્રણે ધાતુ બગડે, તેનાથી અનેક શારીરિક રોગો ઊભા થાય. તેને વારવા માટે વાત, પિત્ત, કફની વિકૃતિઓને પ્રાકૃતિક આહાર, વિહાર, દિનચર્યા અને કુદરતી ઉપચારથી શમાવવામાં આવે તો શરીર કંચન જેવું થઈ જાય. કાષ્ટાદિક વનસ્પતિઓ કે જેઓ વાત-પિત્ત-કફના વિકારોને શમાવવાના ગુણધર્મવાળી હોય તેવી દવાઓનો જ ઉપયોગ શરીરને રોગમુકત કરે છે. એટલે દેશી ઓસડિયાં – વનસ્પતિઓ રોગીની પ્રકૃતિ વાયુની છે? પિત્તની છે કે કફની? તે જાણ્યા બાદ યથાયોગ્ય રીતે ઉપયોગમાં લેવાય. તેની સાથે તેવાં ખાન-પાન, ચય જળવાય તો તે વનસ્પતિજન્ય દવાઓ યોગ્ય રીતે વાત, પિત્ત, કફના વિકારોને હટાવી શરીરને રોગમુકત બનાવી શકે, બાકી આધુનિક એલોપેથી તો રોગનિવારણ માટે સાવ નકામી છે. કેમ કે એલોપથીનો અર્થ રોગને બીજા રૂપમાં પલટાવવો. રોગને કાઢવાની વાત કે તેના નિદાનને ઓળખી વાત, પિત્ત અને કફનો કયો વિકાર થયો છે તે થીયરીમાં જ ન હોવાથી એલોપથી ટ્રીટમેંટ એક રોગને બીજામાં ફેરવે, તે ફેરવવા જતાં અનેક દૂષિત વિકારો નવા ઊભા થાય, પરિણામે વાત-પિત્ત-કફના વિકારો વધુ બગડે, તેમાંથી અનેક રોગો એલોપથી દવાના સહારે નવા નવા ઊભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy