SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૫૧ કર્મ અશાતાના માધ્યમથી સક્રિય થવા માંડ્યું. તે વખતે પરમગુરૂની કૃપા મારી પાત્રતાની ખામીએ પૂર્ણ સક્રિય નહીં થયેલ. તેથી અને કયારેક – પરમગુરુ આપણા અંતરમાં રહેલ અશુદ્ધિઓને આપણી સભાન દશામાં બહાર આવવા દઈ તેના સક્રિય ઉપાયો આપણને કરવા દે, અને તેનાથી કંઈ ન વળે એટલે આપણા અંતરને સુદઢ જચી જાય કે હકીકતમાં પરમગુરુએ દર્શાવેલ મોહનીય કર્મને ક્ષીણ કરવાના ઉપાયો જ હકીકતમાં મારા જીવનને ઉપયોગી છે. એવી સુદઢ નીતિ કરાવવા માટે પણ શરૂઆતમાં એવી દિશામાં આપણી જીવનશકિતઓને જવા દે. મથામણ આપણી થાકે ત્યારે પરમગુરુ કરૂણાથી ધીમેથી આપણને સાચી દિશામાં વાળે, ત્યારે આપણને પરમ ગુરુનો કરુણાભર્યો પુરુષાર્થ એટલો મીઠો અને જબ્બર પકડવા જેવો લાગે કે જાણે ચોળ મજીઠનો રંગ આપણા હૈયાને વળગ્યો. આપણે પછી ગમે તેટલા વિષમ પ્રસંગોમાં પણ પરમગુરુના દર્શાવેલ પંથથી ટસથી મસ ન થઈએ. આ બધો પ્રતાપ પ્રારંભમાં આપણી પાત્રતાની ખામીએ, હકીકતમાં આપણી જીવનસાધનાની વિપરીત દિશામાં આપણને પુરુષાર્થ કરવા દે, જ્યારે આપણી પુરુષાર્થની સીમા કે આપણો તરખાટ પૂરો થાય એટલે પરમગુરુ આપણને ધીમેથી યોગ્ય દિશામાં આપણી જીવનશકિતને એવી રીતે વળાંક આપે કે આખી જિંદગી આપણને તે પંથ છોડવા માટે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે તો પણ આપણે તે પંથથી ડગલું પણ પાછા ન હટીએ કે તે પંથ છોડીએ નહીં. આવું મારા જીવનમાં અક્ષરશ: બન્યું છે. સં. ૧૯૯૯ના શ્રાવણમાં વાત વ્યાધિ - વાનો દુઃખાવો (એ વખતે મારી ઉમર ૧૮ વર્ષની અને સામાન્ય ધારણા એવી કે વાનો દુખાવો ૪૦-૫૦-૬૦ વર્ષે થાય એટલે કો'ક વૈદ્ય કે ડૉકટરના વાના નિદાનને હસી કાઢતો) થયો અને તેના આડાઅવળા ભળતા ઉપચારો શરૂ થયા. દેશી, અંગ્રેજી, હોમિયોપથી, બાયોકેમિક, પ્રાકૃતિક ચિકિત્સા, દોરા ધાગા, મંત્ર, તંત્ર, યંત્ર, આદિ અનેક જાતના ઉપચારો થયા. સં. ૧૯૯૯ના શ્રાવણથી ૨૦૪ સુધી ચાલ્યું. ૨૦૦૪ના શ્રાવણમાં માંદો પડ્યો. ૨૦૫ના માહ મહિને મારા જીવનના પરમોપકારી પૂ.પં. ભદ્રંકર વિ. મ. શાતા પૂછવા અમદાવાદ ઝવેરીવાડ આંબલીપોળના ઉપાશ્રયે પધાર્યા તે વખતે તેઓએ મારા પર (હું ૧૧ વર્ષનો હતો ત્યારનો તેમના ખોળામાં રમેલ – તેઓની ભાવકરુણાનો હું પાત્ર બનેલ) અપૂર્વભાવ વાત્સલ્ય હોઈ પ્રેમાળ સ્વરે કહ્યું કે, ગાંડા! આવો સરસ અવસર જાપનો મળ્યો છે અને તું જા૫ નથી કરતો. ભલા ભાઈ! રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્ર સઘળાં અશુભ કર્મોને હટાવી દે, મોહનીયના ચૂરા કરી દે, તો આ બાપડી અશાતાનો ઉદય કાં ન હઠે! આવા માર્મિક મીઠા ઉપાલંભથી તે જ દિવસે પ્રાય: ૨૦૫ના ફાગણ વદ ૩ થી રોજ રાબેતા મુજબ માત્ર પાંચ બાંધી માળા ગણવા રાખી મૂકેલ માળા પૂ. પં. છ મ. ના ગયા પછી બપોરે ર-ર ના ગાળામાં શરૂ કરી. ચૈત્ર સુદ ૧૧ આવતાં તો રાત-દિ' કરી બધું પડતું મૂકી ૧ લાખ નવકારનો જાપ કર્યો અને ચૈત્ર સુદ ૧૫ સુધીમાં બીજા ર૭9 નવકારનો જાપ કર્યો અને ચૈત્ર વદમાં તો હું માંદગીની પથારીમાંથી બેઠો થયો. વૈશાખ સુદમાં જગવલ્લભ પાર્શ્વનાથના દર્શન કરવા ગયો અને વૈશાખ વદમાં વિહાર કરી ચાણસ્મા પૂ. ગુરુદેવશ્રી સાથે ગયો. ત્યાં ત્રિકાળ જાપ, સવાર – બપોર – સાંજે ૬-૧૨-૬ વાગે ૧રનો જાપ. તથા રોજની ૧૧ બાંધી માળા ચાલુ થઈ, પેલી વાની બીમારી શ્રી નવકારની ચોકીમાં વિદાય થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy