SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ છેવટે જળપૂજાથી શ્રી વીતરાગ પ્રભુ પરમાત્મા પ્રતિ ભકિતરાગની કેળવણી કરવી જરૂરી છે. આનાથી આપણી જીવનશકિતઓના ઊર્ધ્વમુખી વિકાસમાં અવરોધ કરનારા મોહના તત્ત્વને ખસેડવાનું આદર્શ બળ ખીલે છે. જાપથી આ બળ યથોત્તર વિકાસ પામે છે, પણ આ બળ ખરેખર શ્રી વીતરાગ પૂજાથી પ્રગટે છે. તેની ખીલવણી માટે તમો આદર્શ અષ્ટપ્રકારી પૂજાની પદ્ધતિને અપનાવી અંતરંગ આત્મશકિત ખીલવો એ શુભેચ્છા. ૐ טל શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ७३ Jain Education International કુંવારદ ૨૨-૧૨-૮૩ તમો બધા રાજરાજેશ્વર વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્રના છત્રતળે આધ્યાત્મિક - આધિભૌતિક સ્વસ્થતા જાળવી રહ્યા હશો. વી ખરેખર આત્મા ચૈતન્ય - શકિતનું પ્રધાનકેન્દ્ર છે. તેમાંથી વહેતા ચૈતન્યના સ્રોતને ઈંદ્રિયો – મન દ્વારા વહેતો થવામાં સંસ્કારોની મલિનતા વિષય – કષાયોના વમળ ઊભા કરી વિકૃત કરી નાંખે છે. આ વિકૃતિ જીવનક્ષેત્રે અનેક દુર્ગુણો રૂપે પ્રકટ થાય છે. શ્રી નવકાર મહામંત્રની જપયોગ દ્વારા થતી આરાધના અંતરમાં સંસ્કારો રૂપે ચુસ્તપણે જામેલા વિષય-કષાયોના મલિન થરને નિષ્ક્રિય બનાવે છે. આ જાતની અનુભૂતિ તમો વ્યવસ્થિતપણે કરી શકો તે જીવનનું પરમ સૌભાગ્ય છે. મૂડ-Mood અને સંજોગોની અનુકૂળતાના ભરોસે જાપમાં થતી - આવતી – રહેતી અવ્યવસ્થા આપણી જીવનશકિતઓને વિકાસની દિશા તરફ વળવાની તક મળી છતાં નદી કાંઠે તરસ્યા રહેનારા મુગ્ધ જીવની જેમ આપણે જપયોગની સફળતાની ભૂમિકાએ ન પહોંચીએ તે ખરેખર આપણી મુગ્ધતા કે હોશિયારીની ખામી ગણાય. ખરેખર આપણે વિચારવાની જરૂર છે કે, સંસારની પ્રવૃત્તિઓમાં રસ કેટલો! તેમાં આવતી છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy