SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા છેવટે કદાચ આહારશુદ્ધિ, પવિત્ર વાતાવરણ અને ગુરુકૃપા ન મળી શકી હોય તો એક જ્ઞાની મહાપુરુષોનાં ચરણોની નિશ્રાના બળે અંતરનો વિકાસ સાધી શકાય. સાધનામાર્ગે સૌથી પ્રથમ અગત્યની ચીજ છે સ્વત્વનું વિસર્જન = હું = આપણા શરીરની સગવડ, માનસિક વિચારો અને બૌદ્ધિક નિર્ણયો. આ બધાને જતા કરી જ્ઞાની મહાપુરુષોની નિશ્રા આપણી જાતને મહાપુરુષોની આજ્ઞા મુજબ ઘડવાની તત્પરતા. = ૧૩૫ આ વિના ગુરુકૃપાને પાત્ર બની શકાય નહીં. વાતાવરણની પવિત્રતા અને આહારશુદ્ધિનો પણ યથાર્થ નકકર લાભ ન મળે – આંતરિક અશુદ્ધિઓની ઓળખાણ વિના પવિત્ર વાતાવરણ અને આહારશુદ્ધિ દ્વારા અંતરના વિકારોને કાઢવા મથામણ શી રીતે થાય ? તમારે આંતરિક વિકાસના પંથે થતા પ્રયાણોમાં ઝડપ નથી આવતી - આંતરિક દિવ્યશાંતિની ઝાંખી થાય છે પણ હકીકતે વિષમતાઓમાં દિવ્યશાંતિના વહેતા ઝરણાંનો અનુભવ હજુ થઈ શકયો નથી. તેની પાછળ મેઈન માસ્તર કી સમા જાપમાં હજુ મુડની રાહ જોવી પડે છે. તે હકીકતે જ્ઞાનીઓની નિશ્રામાં થોડી કચાશ છે. યદ્યપિ દર શનિવારે તમો ત્રણ કે વારાફરતી બેટરી પાવરને રિચાર્જ કરાવવા નિયમિત આવો છો પણ તેની અસર ટકાવનાર સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ, નિયત સ્થાન, સમય, આદિની મર્યાદા તેમજ શ્રી નવકારના સાહિત્યનું વાંચન આદિના પાલનમાં તેમજ વિજાતીય દેશ, કાળ, ભાઈબંધો, સિનેમા, હોટલ આદિના ત્યાગમાં કસર રહે છે. તેથી જ્ઞાની નિશ્રાનો લાભ મેળવવા બેટરી રિચાર્જ થવા છતાં પાછી સ્લો થઈ જાય છે. તો ઉપર બતાવ્યા મુજબ સહકારી નિયમોનું પાલન અને વિજાતીય દેશ-કાળ આદિના ત્યાગ માટે જરા લક્ષ્ય આપો તો ઠચૂકઠચૂક ચાલતી બાબાગાડી કે બાપુની રેલવે જનતા, ફલાઈંગ કે ડબલ એકસપ્રેસમાં કન્વર્ટ થઈ જાય. તે માટે તમારામાં ઉમંગ છે, ભાવના છે, પવિત્ર વિચારો છે, પણ જરા આ બાજુ ગંભીરપણે વિચારવાની જરૂર છે. બીજા કરતાં તમારું જીવન આરાધનાના પગથારે વિશિષ્ટ ભૂમિકાના ઘડતર સાથે ગોઠવાયું છે. ભવિષ્યમાં તમે આનાં મીઠા ફળ ચાખશો જ! પણ હાલમાં તમો જે રીતે દર શનિવારે આવો છો તે ખૂબ જ સારું છે, તેને સફળ બનાવવા તમારે અહીંથી બેટરી ચાર્જ કરાવી તેની માવજતરૂપે યોગ્ય આહાર-વિહાર આદિની જીવનચર્યામાં વ્યવસ્થિત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. મારા પોતાના જીવનમાં પૂર્વના પુણ્યયોગે આહારશુદ્ધિ, પવિત્ર વાતાવરણ, ગુરુકૃપા અને જ્ઞાની ગુરુ મ૰ ની નિશ્રા એ ૪ મહત્ત્વની બાબતોનો સુયોગ મળી ગયો હોઈ મને મારી પુણ્યાઈ અને દેવગુરુની વરસેલી કૃપા બદલ ખૂબ ગૌરવ અનુભવાય છે. તમને પણ ત્રીસ પછીની વયમાં આ બધાના ફળરૂપે પ્રગટતી માનસિક સ્વસ્થતા અને વિચારોની સમતુલા જળવાશે ત્યારે અંતર્નિરીક્ષણ દ્વારા બીજાઓને નહીં મળેલ વિશિષ્ટ આ ચાર સાધનોના સહયોગની ખરી કિંમત સમજાશે. માટે અત્યારે હાલ જે દર શનિ-રવિવારે મેળવો છો તેનો વ્યવસ્થિત લાભ લેવા જરૂરી યોગ્ય આદરવાલાયક મર્યાદા અને છોડવાલાયક પદાર્થોના ત્યાગ માટે જરૂર પ્રયત્નશીલ રહેશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy