SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૦૭ પ૧ પાલનપુર ૭-૧૦-૮૩ શ્રી નવકારની આરાધનામાં ભક્તિ-શ્રદ્ધા સાથે અંતરનું બહુમાન ખાસ જરૂરી છે. ભકિત = વિચારોની એકાગ્રતા શ્રદ્ધા = અંતરનો વિશ્વાસ બહુમાન = તુહ તુહીં નો ભાવ આ ત્રિપુટી આરાધના માટે ખાસ જરૂરી છે. દુન્યવી વ્યવહારોના લીધે ભકિતમાં ઓટ આવે, પરિણામે શ્રદ્ધા - બહુમાનમાં પણ ઘટાડો થવા પામે, માટે કર્તવ્યનિષ્ઠ બનવાની ખાસ જરૂર છે. દુન્યવી પદાર્થોના ખેંચાણમાં આરાધનાનો કાર્યક્રમ ઢીલો ન થાય તે ખાસ મહત્ત્વનું છે. વિચારોના ક્ષેત્રમાં લક્ષ્યની જાગૃતિથી એકાગ્રતા આવે તેથી શ્રી નવકાર અંગેનું સાહિત્ય જરૂર રોજ ના કલાક વાંચવું. આ સાથે ૭ થી ૧૦ મિનિટ શ્રી નવકારના અક્ષરો સામે એકીટસે જોઈ રહેવું. વચ્ચે વચ્ચે આંખો એકદમ બંધ કરવી – જેથી અક્ષરો અંતર્દષ્ટિથી સ્પષ્ટ દેખાય. અભ્યાસ – પ્રયત્ન કરવાની જરૂર છે, આ સાથે દુનિયાના વ્યવહારમાં ચોકકસાઈ ન રાખો તો તુરત નુકસાનની કલ્પના જેમ માનસ-પટ પર આવે છે. તેવી બબ્બે તેથી વધુ શ્રી નવકારની આરાધનાના કાર્યક્રમમાં થતી અવ્યવસ્થાથી અંતરની શકિતઓનો વિકાસક્રમ અટકે કે ડોળાય તે વાત ખૂબ જ યાદ રાખવા જેવી છે. સ્થાન-સમય-સંખ્યાના નિયતીકરણ તરફ જરા પણ ઉપેક્ષાભાવ ન થાય તે ખૂબ ધ્યાનમાં લેશો. તમારી અંતવૃત્તિઓમાં નવકાર બેઠો ત્યારે ગણાય જ્યારે સ્થાન – સમય - સંખ્યાની ચોકકસાઈ તરફ વધુ લક્ષ્ય જાગૃત બને. આનાથી વાઈબ્રેશન્સની મૌલિક પરંપરાનું સર્જન થાય છે. જેમ, તેમ, જે તે રીતે જાપની પ્રવૃત્તિથી ઊપજતા વાઈબ્રેશન્સ બહુ જ ટૂંક સમયમાં બાહ્ય વાતાવરણનાં આંદોલનોથી ક્ષીણ બની જાય છે. મારા જીવનમાં અનુભવેલ આ સત્ય છે. સં. ૨૦૦ર થી ૨૦૧૮ સુધી શ્રા, વ, ૫ થી જ્ઞાનપાંચમ સુધી નિયત આસન – નિયત સમય - નિયત સંખ્યાથી મૌન સાથે જાપ નિયમિત કરતો. તે વખતે શ્રી નવકારની પ્રસાદી મળી ન હતી. સરસ્વતીના મંત્રની અને શંખેશ્વર પાર્શ્વપ્રભુની ઉપાસનામાં પ્રવૃત્તિ હતી, પણ તે માધ્યમ રહ્યું. સરવાળે વૃત્તિઓમાં બાહ્ય સંસ્કારોથી અલિપ્ત રહેવાનું બિસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy