SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા રોકાયેલ હોઈ મારે વર્ષીતપ ચાલતો છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને પામી ૪ ઠાણા સાથે ભોયણીથી છાણી તરફ દીક્ષા આપવા વિહાર કર્યો. ધોમધખતા રેલવેલાઈન દ્વારા અમદાવાદથી છાણી તરફના વિહારમાં બારેજડીથી ગોઠજ જતાં સવારે ૧ળી વાગે બળબળતા તાપમાં પગ રેલવેલાઈનની ગરમ કાંકરીવાળા રસ્તા પર ચાલી રહેલ. ગરમીથી – જરા ગભરાઈ ગયેલ, તેવી સ્થિતિમાં ગોઠજ સ્ટેશનના પહેલા સિગ્નલ પછી સિગ્નલ કૅબિન પાસે અચાનક એક કાંટાળા જાળા પર પગ આવ્યો, ડાબા પગના વચલા ભાગે તે કાંટા પેસી ગયા કૅબિન પાસે બેસી કાંટા કાઢ્યા, છતાં પગના વચલા ભાગે ૪-૫ કાંટા અંદર પેસી ગયા. માંડ ખોડંગાતા પગે મુકામે પહોંચ્યો. તાત્કાલિક ઉપાયો ગોળ-ગરમ ઘીના પોતાં આદિ કર્યા પણ મુહૂર્ત નજીક હોઈ વિહાર ચાલુ રહ્યો, પરિણામે આરામ ન મળવાથી પગ સૂજી ગયો, છતાં દુખાતા પગે છાણી પહોંચ્યો, ધામધૂમથી બંને નાના છોકરાઓ જયકાંત - હર્ષકાંતને દીક્ષા આપી જિનચંદ્રસાગરજી અને હેમચંદ્રસાગરજીનામ સ્થાપ્યાં. પાછા તે બધાને તે લઈને દુ:ખાતા પગે અમદાવાદ આવ્યો. પગ પાકી ગયો, વેદના ઘણી – ઉપાશ્રયે (નવરંગપુરા) એકસ-રે મશીન લાવી પગના ફોટા પાડ્યા, કંઈ ન દેખાયું, પછી ચોમાસું શિરોહી થયેલ, તેથી ઊંઝા આવ્યો. પૂ. ગુરુદેવશ્રી આવ્યા. જાતજાતના દેશી ઉપચારો ચાલુ, પણ પગે દુખાવો ઘણો, કાંટા દેખાય નહીં. શિરોહી ચોમાસા પર પહોંચવા ડોળીથી પૂ. ગુરુદેવશ્રીની સાથે બધા ઠાણાએ પ્રાય: ૭ - ૮ જણાએ વિહાર કર્યો. પાલનપુર આવ્યા – રાત્રે નવકારના સ્મરણ વખતે ધર્મ-મહાસત્તારૂપ પંચપરમેષ્ઠીઓના શરણે જવાની પ્રેરણા મળી, ડોળીની વિરાધના ખૂબ ખટકી, સવારે પૂ. ગુરુદેવશ્રીને વાત કરી કે ર૭૦૦૦ નવકાર માટે અહીં પલ્લવીયા પાર્શ્વનાથની નિશ્રાએ ગણવા છે. તેથી આ બધું પગનું દર્દ મટી જશે. પૂ. ગુરુદેવશ્રીએ આ બાબત સામાન્ય અનિચ્છા પ્રગટ કરી, છતાં મારી સાથે બે સાધુ આપ્યા. મેં ડોળીવાળાને છૂટા કરી દીધા. બે દિવસ સતત નવકારના ધ્યાનમાં ગાળ્યા. ત્રીજા દિવસે સવારે ગરમ પાણીથી પગ ઝારતો હતો તે વખતે ડાબા પગમાં ઉપલા ભાગે તે ૬ કાંટા ને કપડા પર લીધા - સાથેના મુનિઓને બતાવ્યા. શ્રાવકોને બતાવ્યા. બધા ચકિત થયા પછી શ્રી નવકારના પ્રભાવને હૈયામાં ધારણ કરી વધુ ૧૧૦ નવકાર ફરી ગણ્યા. પગનો સોજો દર્દ બધું ગાયબ, ચાલુ સ્થિતિમાં પગ થયો. ડાંડાના ટેકા વગર તપાગચ્છ ઉપાશ્રયથી ચાલતો પલ્લવીયા પાર્શ્વનાથના દહેરે દર્શન કરવા સાથે સાંજે ૬ માઈલ વિહાર કરી ચિત્રાસણી ગયો અને ઝડપી બે વખત વિહાર કરી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વરૂપ ગંજ ધર્મશાળામાં પહોંચી ગયો પાંચમે દિવસે. ૧૧ વિહારમાં ૬૦ માઈલ ઝડપી ચાલ્યો. આમ ડોળી સિવાય ચલાતું ન હતું અને ઝડપી આ વિહાર થઈ શકયો. આ બધા પ્રતાપ શ્રી નવકાર મહામંત્રનો! પણ ધર્મમહાસત્તાના પ્રતીકરૂપ શ્રી નવકારના શરણે ગયો તો વિષમ કર્મસત્તા પણ ખસી ગઈ અને બધી અનુકૂળતા થઈ ગઈ! આ જીવતો જાગતો દાખલો ધર્મ મહાસત્તાની સર્વોપરીતાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy