SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા J) ૩૨ પાલનપુર ૨૫/૭/૮૩ વિ. શ્રી નવકાર મહામંત્ર એ ધર્મ – મહાસત્તાનો જગતના તમામ જીવોને અભય આપનારો ઢંઢેરો છે. જગતના તમામ જીવો કર્મસત્તાના બંધનથી વીંટાયેલ છે. પરિણામે શુભ-અશુભ કર્મના વિપાકોથી જગતના પ્રાણીઓ વિડંબના ભોગવે છે. તેથી મહાકરુણાળુ ધર્મ મહાસત્તા જગતના સર્વજીવોને ઉદ્દેશીને ઢઢરારૂપે જણાવે છે કે ભવ્યાત્માઓ! સો વંવમુલ્લા અશ્વપવિપાસTI. પંચપરમેષ્ઠીઓને કરાયેલ નમસ્કાર = અંતરથી પરમેષ્ઠીઓની આજ્ઞાપાલનની તત્પરતા – સઘળાં કમનાં બંધનોને તોડી નાંખે છે! એટલે હે પુણ્યાત્માઓ! ધર્મમહાસત્તાના અધીશ્વરરૂપ પાંચ પરમેષ્ઠીઓના શરણે આવો! તેમની આજ્ઞાના પાલન માટે તત્પર થાઓ! ધર્મ – મહાસત્તાની શરણાગતિ લીધા પછી કર્મસત્તાની તાકાત નથી કે તમને તે હેરાન કરી શકે. ધર્મમહાસત્તા સર્વોપરી છે. તેની આજ્ઞા પાલનારાને સઘળી સુખ સાહેબી – અનુકૂળતાઓ કરી આપવી કે પ્રતિકૂળતાઓ હઠાવી દેવી. - તે કામ કર્મસત્તા કરે છે, અને ધર્મસત્તાની આશા કે ઐશ્વર્યનો અપલાપ કરનારને આકરામાં આકરી સજા કરવી એ કર્મસત્તાને સોંપાયું છે. આ રીતે કર્મસત્તા ધર્મ – મહાસત્તાની આજ્ઞાવર્તી ખંડિયા રાજા જેવી છે. દુનિયા આખી કર્મસત્તાની સર્વોપરીતા સમજે છે અને તેનાથી ડરે છે, ઘૂજે છે. પણ ધર્મ – મહાસત્તાની આજ્ઞાપાલન રૂપે શરણાગતિ સ્વીકાર્યા વિના કર્મસત્તાના ત્રાસમાંથી છૂટી ન શકાય. આ નિર્વિવાદ હકીક્ત છે. જગતમાં ચક્રવતની સત્તા જેમ સાર્વભૌમ સત્તા હોય, બીજા બધા રાજાઓ તેના સામંત-ખંડિયા રાજા ગણાય. તેમ કર્મસત્તા પર જેનું વર્ચસ્વ ચાલે છે તે ધર્મ – મહાસત્તા ખરેખર સાર્વભોમ સત્તા છે. અનંત જન્મોનાં કર્મોનાં વિષમ બંધનો પણ ધર્મ મહાસત્તાને શરણાગત થયા પછી ક્ષણવારમાં હટી જાય છે. જેમ કે મારા જીવનની અદભુત ઘટના આ વાતને પરિપુષ્ટ કરે છે. વિસં. ૨૦૨૦ની વાત – ભોયણી તીર્થે ચૈત્રી ઓળીની ભવ્ય આરાધના પૂ આ દેવેન્દ્રસાગરસૂરિ મ.ની નિશ્રામાં પૂ. તપસ્વી ગુરુદેવશ્રી ઉપા. ભગવંતે કરાવેલ તે વખતે અશોક સા. મનાં સંસારી માતા-પિતા આદિ કુટુંબીઓએ આવી પોતાના નાના બે દીકરાઓની દીક્ષા અપાવવાનું નકકી કર્યું. પૂ. ગુરુદેવ શ્રી શિખરજી તીર્થ પર સરકારી કબજને હઠાવવા કાયદેસર પગલાં ભરવા વકીલોની કોન્ફરન્સ આદિ તીર્થરક્ષાના કામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy